Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસું ક્યારે ? હજુ રાહ જોવી પડશે કે પછી! શું કહે છે હવામાન વિભાગ, જાણો હવામાનની આગાહી

Gujarat Monsoon 2023 News: હાલમાં જ ગુજરાતને ધમરોળીને ગયેલા બિપોરજોય વાવાઝોડું પોતાની સાથે ધોધમાર વરસાદ પણ લઇને આવ્યું હતું. વાવણી લાયક વરસાદ થતાં ગુજરાતના મોટાભાગના…

Gujarat Monsoon 2023, ગુજરાત હવામાન વિભાગ, ગુજરાત હવામાન વિભાગની આગાહી

Gujarat Monsoon 2023 News: હાલમાં જ ગુજરાતને ધમરોળીને ગયેલા બિપોરજોય વાવાઝોડું પોતાની સાથે ધોધમાર વરસાદ પણ લઇને આવ્યું હતું. વાવણી લાયક વરસાદ થતાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધરતીપુત્રોએ અખા ત્રીજનું મુહુર્ત તો સાચવી લીધું છે. જો કે હવે પછીના પાંચથી દશ દિવસ ખેડૂતોએ વરસાદની રાહ જોવી પડશે. કેરળથી પાપા પગલી માંડતું ચોમાસુ હજુ ગુજરાત સુધી પહોંચવામાં સમય લગાડશે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતના લોકોએ ચોમાસાની રાહ જોવી પડશે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારબાદ મેઘરાજા ગુજરાતમાં વિધિવત રીતે ધામા નાખશે.

આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મહોન્તિએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.’ જો કે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.

Gujarat Monsoon 2023

Gujarat Monsoon 2023; મોચા વાવઝોડાના કારણે કેરળમાં ચોમાસુ મોડું શરૂ થયું. શરૂ થયા બાદ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. 21 જૂન થઈ તેમ છતાં મહારાષ્ટ્રના છેડે ચોમાસુ પહોંચ્યું છે. ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવાય રહી છે. જોકે ચોમાસના વરસાદ પહેલા જ બિપોરજોય વાવાઝોડાના કારણે વરસાદ થયો છે. અને અમુક વિસ્તારમાં વાવણી કરી દેવામાં આવી છે. પરંતુ નિયમિત ચોમાસાનો વરસાદ હજી રાહ જોવડાવે તેવું લાગી રહ્યું છે.

પરંતુ આગામી 5 દિવસમાં ચોમાસાનો નિયમિત વરસાદ આવે તેવી કોઈ સ્થિતિ સાનુકૂળ જોવા મળી રહી નથી. હજુ મહારાષ્ટ્રના છેડા પર ચોમાસું પહોંચ્યું છે. સમગ્ર મહારાષ્ટ્ર ચોમાસું બેસી ગયા બાદ દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થાય છે. ત્યારે સવાલ થાય છે કે, મોચા વાવાઝોડાના કારણે કેરળમાં ચોમાસુ મોડું આવ્યું તો બિપોરજોય વાવઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસુ મોડું આવશે?

ગુજરાતમાં ચોમાસું ક્યારે ?

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાને લઇને રાજ્યના હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. વાવાઝોડા બાદ રાજ્યમાં અનેક સ્થળોએ અમીછાંટણા થઇ રહ્યાં છે, પરંતુ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સિવાય વધુ વરસાદ ક્યાં પડશે નહીં. Gujarat Monsoon 2023 ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહિસાગર, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

શું કહે છે હવામાન વિભાગ

રાજ્યાના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું જ વાતાવરણ રહેશે. હાલ પશ્ચિમ બંગાળમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તો ચોમાસું હાલ ઓડિશા સુધી પહોંચ્યું છે, Gujarat Monsoon 2023 ગુજરાતમાં ચોમાસું આગામી સપ્તાહમાં દસ્તક દેશે. ઉલ્લેખનીય છે કે બિપોરજોય વાવાઝોડા દરમિયાન રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોએ વાવણી કરી લીધી છે. ત્યારે જો વરસાદ ખેંચાય તો વાવણી નિષ્ફળ રહેવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સમયસર મેઘરાજાની પધરામણી થાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.

ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *