ગુજરાતના પ્રમુખ મહેલો, ગુજરાતની સંસ્કૃતિ

ગુજરાતના પ્રમુખ મહેલો:- વિજય વિલાસ પેલેસ રૂકમણી નદીના કિનારે આવેલો છે. આ મહેલ કચ્છ જિલ્લામાં માંડવી શહેરથી 8 કિમી. દૂર આવેલો છે, જે કચ્છના તત્કાલીન…

ગુજરાતના પ્રમુખ મહેલો, ગુજરાતની સંસ્કૃતિ

ગુજરાતના પ્રમુખ મહેલો:- વિજય વિલાસ પેલેસ રૂકમણી નદીના કિનારે આવેલો છે. આ મહેલ કચ્છ જિલ્લામાં માંડવી શહેરથી 8 કિમી. દૂર આવેલો છે, જે કચ્છના તત્કાલીન મહારાજા વિજયસિંહજીએ ઈ.સ.1920માં બંધાવ્યો હતો.

ગુજરાતના પ્રમુખ મહેલો, ગુજરાતની સંસ્કૃતિ

વિજય વિલાસ પેલેસ

વિજય વિલાસ પેલેસ રૂકમણી નદીના કિનારે આવેલો છે. આ મહેલ કચ્છ જિલ્લામાં માંડવી શહેરથી 8 કિમી. દૂર આવેલો છે, જે કચ્છના તત્કાલીન

મહારાજા વિજયસિંહજીએ ઈ.સ.1920માં બંધાવ્યો હતો.

આ મહેલનું બાંધકામ જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે, તેથી તેમાં રાજપૂત સ્થાપત્ય કળાની ઝાંખી જોવા મળે છે.

કચ્છ જિલ્લામાં માંડવીમાં બીચ છે જે ગુજરાતનો અને સંભવતઃ દેશનો એકમાત્ર પ્રાઈવેટ બીચ છે. – હવે આ પેલેસને હેરિટેજ હોટલમાં કે રિસોર્ટમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. આ રિસોર્ટમાં 2

કિમી. લાંબા ખાનગી બીચનો પણ સમાવેશ થાય છે. – આ પેલેસ બોલિવુડના ફિલ્મકારો માટે એક પસંદગીનું સ્થળ રહયું છે. અહીંયા આમિરખાનની ફિલ્મ

‘લગાન અને સંજયલીલા ભણશાળીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ નું કેટલુંક શૂટિંગ થયું છે. આ પેલેસ અને તેનો દરિયાકિનારો પર્યટકોને ખૂબ જ આકર્ષિત કરે છે.

આયના મહેલ

આ મહેલ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલો છે. આ મહેલનું નિર્માણ 18મી સદીમાં મહારાજા લખપતજી દ્વારા કરાવવામાં આવ્યું હતું.

આ મહેલનું બાંધકામ કરનાર કે મુખ્ય સ્થપતિ ‘રામસંગ માલમ’ હતા. રામસંગ માલમ 17

વર્ષ સુધી યુરોપમાં રહયા હોવાથી તેમના પર યૂરોપીય સ્થાપત્ય કલાની અસર વધુ હતી. રામસંગ માલમે યુરોપથી કાચની કલા શીખી લાવીને બાંધેલો આયના મહેલ તેના અરીસા માટે પ્રખ્યાત છે.

આ મહેલના નિર્માણમાં યુરોપીય પ્રભાવ જા ઈ શકાય છે.

પારસ પથ્થરોથી ઘેરાયેલા અરીસાથી બનેલો રૂમ આયના મહેલનું મુખ્ય આકર્ષણ છે. અહીંનો ફલોર પણ અરીસાથી ઢંકાયેલો છે. અરીસાના મહત્તમ પ્રયોગના કારણે તેનું નામ ‘આયના મહેલ’ પડ્યું.

અહીં વિવિધ પ્રકારના ફુવારા પણ આવેલા છે. ઈ.સ.1977માં આને મદનજી સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે.

પ્રાગ મહેલ

પ્રાગ મહેલ આ મહેલ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલો છે. રાવ પ્રાગમજી બીજાએ પ્રાગ મહેલ ઈ.સ. 1838માં બંધાવ્યો હતો.

આ મહેલનું બાંધકામ કરનાર કે મુખ્ય સ્થપતિ કર્નલ હેનરી સંત વિકિસ હતા. આ અદ્ભુત આ મહેલની એક ખાસિયત આ છે કે તેના 45 ફૂટ ઊંચા ટાવર પરથી આખું ભુજ જોઈ શકાય છે.

કુસુમ વિલાસ મહેલ

કુસુમ વિલાસ મહેલ આ મહેલ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલો છે, જે છોટા ઉદેપુરના શાહી પરિવારનું નિવાસ સ્થાન છે. – આ મહેલનું બાંધકામ ઈ.સ. 1970 માં મુંબઈના પ્રસિદ્ધ આર્કિટેકટ (સ્થપતિ) ભટકર અને ભટકને દ્વારા કરવામાં આવ્યું છે.

કુસુમ વિલાસ પેલેસ ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્યની ઝાંખી તેના પાંચ દરવાજા સાથેના ડોમથી કરાવે છે. અહીં જુદા-જુદા પ્રકાશ માધ્યમો દ્વારા પથ્થર પરની કોતરણીથી જાદુઈ છાપ

બનાવવામાં આવી હતી, જે 12મી સદીના સ્થાપત્યની યાદ અપાવે છે.

આ મહેલમાં ખૂબ મોટા રિસેપ્શન્ટ્સ અને ખૂબ મોટા રવા આવેલ છે. સુંદર ફુવારો તેના આંગલમાં તેની સુંદરતામાં વધારો કરે છે. આ મહેલ પૂરોપીય સ્થાપત્ય કળનું એક સુંદર ઉદાહરણ છે.

પ્રેમભવન પેલેસ

પ્રેમભવન પેલેસ આ મહેલ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલો છે.

પ્રેમ ભવન પેલેસ એ કુસુમ વિલાસ પેલેસ પાસે જ આવેલ છે, જે હાલમાં એક હેરિટેજ હોટલ છે.

આ મહેલ 18એકરમાં ફેલાયેલો છે. હેરિટેજ હોટલમાં રૂપાંતરિત આ મહેલમાં અદ્ભુત ખોરાક, અતિથિ સત્કાર અને આધુનિક સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને રસપ્રદ સ્થળોની મુલાકાત પણ કરાવે છે. આ મહેલના સ્થાપત્યો અદ્ભુત છે.

નવલખા પેલેસ

નવલખા પેલેસ આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે.

ગોંડલનો આ રાજવી મહેલ નવલખા દરબારગઢ તરીકે પણ પ્રખ્યાત છે. જેની સ્થાપના 17મી સદીમાં થઈ હતી.

આ મહેલ નદી કિનારે આવેલો છે અને તે 30 એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલો છે. આ

મહેલનો પ્રવેશદ્વાર એક ઘડિયાળ ટાવર છે. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાનો અદ્વિતીય અને વિરાટ

શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’તૈયાર કરાયેલો. નવ ભાગમાં વિસ્તરેલો ગુજરાત ભાષાનો આ પ્રકારનો આ પ્રથમ શબ્દકોશ હતો, જેમાં લગભગ પોણા ત્રણ લાખ શબ્દો સમાવાયા છે.

ધ ઓરચાર્ડ પેલેસ

ધ ઓરચાર્ડ પેલેસ આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે.

આ મહેલ ગોંડલના મહારાજાનો મુખ્ય નિવાસ સ્થાન હતો. હાલમાં તેમના જ પરિવાર દ્વારા આ મહેલને હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે.

આ મહેલના રૂમો ભવ્ય, ઊંચી છતવાળા, સુંદર સાજ-સજાવટ વાળા અને એન્ટિક ચીજોથી

ભરેલાં છે. તે કોનિયન રાશીથી બનાવવામાં આવેલાં છે.
દીત નિવાસ પેલેસ

દૌલત નિવાસ પેલેસ

દૌલત નિવાસ પેલેસ આ મહેલ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલો છે. આ મહેલ પહારાજા દોલતસિંહજીએ બંધાવ્યો હતો. આ મહેલ કુદરતી ટેકરીને ધ્યાનમાં રાખીને

બનાવેલો છે જે ઈડરની અરવલ્લી પર્વતમાળા પાસે આવેલો છે. જેને “લાવાદુગ” પણ કહેવાય છે અને તેનો અમુક ભાગ મહારાષ્ટ્રમાં પણ છે. આ મહેલ ઊંચાઈ પર આવેલો હોવાથી ત્યાં સુધી પહોંચવા માટે 700પગથિયા ચઢવા પડે છે,

મહેલની બારીઓ, ગલિયારાઓ, સ્થાપત્યો, દીવાલોની કોતરણી તેની સુંદરતામાં વધારો કરે છે.

આર્ટ ડેકો પેસ

આર્ટ ડેકો પેસ આ પટેલ મોરબી જિલ્લામાં આવેલો છે.

આ પટેલ અંગ્રેજોએ બંધાવ્યાનું મનાય છે. ઉદાહરણ છે. તે ગ્રેનાઈટથી બનેલું છે.

આ મહેલ ગુજરાતમાં યુરોપીય પ્રભાવનું શ્રેષ્ઠતમ

આ મહેલમાં 6દીવાનખંડ, 6 ડાઈનિંગ રૂમ અને 14શયનખંડ આવેલા છે. અહીંના દીવાનખંડ, શયનખંડ કે સ્નાનાગરને ઉત્કૃષ્ટ કલાકૃત્તિઓ દ્વારા શણગારવામાં આવ્યા છે.

આ મહેલ લંડનના અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને ચાર્લ્સે હોલ્ટનના સ્ટેશનની યાદ અપાવે છે.

દિગવીરનિવાસ પેલેસ

દિગવીરનિવાસ પેલેસ આ મહેલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો છે. જે 20 મી સદીમાં કાવેરી નદીના

કિનારે બાંધવામાં આવ્યો હતો. મહારાવલ વીરસિંહજીએ ઈ.સ.1781માં આ મહેલ બંધાવ્યો હતો.

આ પહેલ પથ્થરની કોતરણીથી બનાવેલ કલાત્મક અને શાહી સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ખરાબ નજરથી બચાવવા માટે મહેલના પ્રવેશદ્વાર પર બે છત્રીઓ સુંદર રીતે સજાવવામાં આવી છે.

આ મહેલના સ્થાપત્ય પર બ્રિટિશ, ફ્રેન્ચ અને યૂરોપીયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે. લક્ષ્મી નિવાસ પેલેસ

લક્ષ્મી નિવાસ પેલેસ

લક્ષ્મી નિવાસ પેલેસ આ મહેલ વડોદરા જિલ્લામાં આવેલો છે.

આ મહેલ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈ.સ.1890માં બંધાવ્યો હતો. – આ મહેલ બાંધનાર કે મુખ્ય સ્થાપિત (આર્કિટેક્ટ) મેજર ચાર્લ્સ મંટ હતા. આ મહેલ વડોદરાના રાવી ગાયકવાડો (શાહી પરિવાર)નું નિવાસ સ્થાન હતું. જે કોતરપી

કામ અને સ્થાપત્યની એક અદ્ભૂત નમૂનો છે.

આ પહેલ 19મી સદીના સ્થાપત્યનો એક સુંદર નમૂનો ગણાય છે, તે લંડનના બકિંગ્રામ પેલેસથી ચાર ગણો મોટો છે. અહીંના ફલોર વેનેશિયન શૈલી દ્વારા, દીવાલો અને બારીઓ બેલ્જિયમ શૈલી દ્વારા ચાવવામાં આવી હતી. અહીંનો બગીચો વિલિયમ ગ્રેડરીંગ સજાવવામાં આવ્યો હતો, જે મહેલની સુંદરતામાં વધારો કરે છે.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી યોજના અને નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

ગુજરાતના પ્રમુખ મહેલો, ગુજરાતની સંસ્કૃતિ
ગુજરાતના પ્રમુખ મહેલો, ગુજરાતની સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *