IB ACIO Recruitment: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 995 જગ્યાઓ પર ભરતી, 15 ડિસેમ્બર 2023 સુધી ફોર્મ ભરી શકાશે

IB ACIO Recruitment 2023: ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આજે એટલે કે 21 નવેમ્બરના રોજ વિવિધ પદોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. Intelligence Bureau (IB)ની આ ભરતી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની 995 પદો પર ભરતી થશે..

IB ACIO Recruitment 2023

ગૃહ મંત્રાલય દ્વારા આ ભરતીની અધિકૃત જાહેરાત 25 નવેમ્બર 2023ના રોજગાર સમાચાર પત્રમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 25 નવેમ્બર 2023 થી શરુ થશે અને અરજી પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2023 સુધી રહેશે.

IB ભરતી વય મર્યાદા

Intelligence Bureau માં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની ભરતી 2023 હેઠળ ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. ભરતીમાં નિયમો અનુસાર ઉંમરમાં છુટછાટ આપવામાં આવશે.

અરજી ફી

આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની જગ્યા માટે અરજી કરતાં ઉમેદવારો પૈકી સામાન્ય/ઓબીસી/ ઈડબલ્યુડી કેટેગરીમાં આવતા ઉમેદવારોએ 450 રુપિયા ફી ચુકવવાની રહેશે, જ્યારે એસટી/એસસી અને તમામ કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારોએ 100 રુપિયા ફી ભરવાની રહેશે. અરજી ફીની ચુકવણી માત્ર ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ/ નેટ બેંકિંગ દ્વારા જ કરવું પડશે.

પગાર ધોરણ

IB ACIO Recruitment 2023ની ભરતીની સૂચના પ્રમાણે, આ ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોનો મૂળ પગાર રુપિયા 44,900 થી રુપિયા 1,42,400 ની વચ્ચે હશે. આ ઉપરાંત ઉમેદવારોને અન્ય લાભ પણ મળશે જેમ કે, DA, SSA, HRA, TA વગેરે જેવા લાભો પણ મળવાપાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • પગલું 1: mha.gov.in પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • પગલું 2: હોમપેજ પર, IB પર ક્લિક કરો
  • પગલું 3: એક નવું વેબપેજ ખુલશે. લોગિન આઈડી અને પાસવર્ડ જનરેટ કરવા માટે તમારી જાતને Register કરો.
  • પગલું 4: તમે તમારા ઈમેલ આઈડી અથવા ફોન નંબર પર મેળવેલ રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ વડે લોગ ઈન કરો.
  • પગલું 5: અરજી ફોર્મ ભરો.
  • પગલું 6: તમારા ફોટોગ્રાફ, સહી અને અન્ય દસ્તાવેજો નિર્ધારિત ફોર્મેટ અને કદમાં અપલોડ કરો.
  • પગલું 7: અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી શ્રેણી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો.
  • પગલું 8: IB ભરતી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.