Isudan Gadhvi: ઉંમર, જીવનચરિત્ર, શિક્ષણ, પત્ની, જાતિ, નેટ વર્થ અને વધુ

Isudan Gadhvi: આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર, અરવિંદ કેજરીવાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇસુદાન ગઢવી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે.

જીવનચરિત્ર ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાતી મીડિયાના લોકપ્રિય પત્રકાર હતા. દૂરદર્શનમાં તેમણે યોજના કાર્યક્રમ કર્યો હતો જે બાદ ઈટીવી ગુજરાતીમાં ફરજ બજાવતા ત્યારે 150 કરોડના કૌભાંડ અને ડાંગ તથા કપરાડા તાલુકામાં ગેરકાયદેસર વૃક્ષ કપાતાં હોવાનો અહેવાલ છાપ્યો હતો જે બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી. આ ઘટનાએ ઈશુદાન ગઢવીને નીડર પત્રકાર તરીકેની ઓળખ આપી. 2015માં ગુજરાતી મીડિયામાં સૌથી યુવાન ચેનલ હેડ તરીકે ઈશુદાન ગઢવી વીટીવીમાં જોડાયા. તેમની એન્કરિંગની આકર્ષિત સ્ટાઈલ સાથે તેમણે શરૂ કરેલ મહામંથન કાર્યક્રમ ગુજરાતમાં ખુબ લોકપ્રિય બન્યો.

Isudan Gadhvi: ઉંમર, જીવનચરિત્ર, શિક્ષણ, પત્ની, જાતિ, નેટ વર્થ અને વધુ

ઈશુદાન ગઢવીનો જન્મ (ઉંમર): 10 January 1982 (age 40)
ઈશુદાન ગઢવીનું જન્મ સ્થળ:પીપળીયા, ગુજરાત, ભારત
ઈશુદાન ગઢવીનું નાગરિકત્વ:ભારત
ઈશુદાન ગઢવીનો રાજકીય પક્ષ:આમ આદમી પાર્ટી
ઈશુદાન ગઢવીનું શિક્ષણ:ગુજરાત વિદ્યાપીઠ (જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ)
ઈશુદાન ગઢવીનો વ્યવસાય: Politician
• Journalist
• Editor
• News Anchor
• Media personality
ઈશુદાન ગઢવીની ઓળખ:VTV-ગુજરાતી પર મહામંથન
ઈશુદાન ગઢવીનું Twitter:https://twitter.com/isudan_gadhvi/

Gujarat CM Candidate 2022: આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર, અરવિંદ કેજરીવાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇસુદાન ગઢવી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. ECI એ 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. ઇસુદાન ગઢવીએ ટીવી પત્રકાર અને તંત્રી તરીકે પણ કામ કર્યું છે. ઇસુદાન ગઢવીએ એક ગુજરાતી ચેનલમાં તેમના લોકપ્રિય ન્યૂઝ શો મહામંથનના એન્કર તરીકે પણ કામ કર્યું છે.

આ પાંચ મુદ્દાઓ પરથી જાણો તેમની સફર

  1. 40 વર્ષીય ઇસુદાન ગઢવી જેમને પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનમાં 73 ટકા મત મળ્યા છે, તેઓ ભૂતપૂર્વ મીડિયા પ્રોફેશનલ છે. તેણે એક ગુજરાતી ચેનલમાં લોકપ્રિય ન્યૂઝ શો “મહામંથન” ના એન્કર તરીકે કામ કર્યું છે.
  2. ઇસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી 1982ના રોજ ગુજરાતના પીપળીયામાં થયો હતો. ગઢવીએ તેમની પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત દૂરદર્શનના લોકપ્રિય શો ‘યોજના’થી કરી હતી. તેમણે 2007 થી 2011 સુધી એક ગુજરાતી ચેનલમાં ઓન-ફિલ્ડ પત્રકાર તરીકે કામ કર્યું હતું.
  3. તેઓ દ્વારકા જિલ્લાના પીપળીયા ગામના એક ખેડૂત પરિવારના છે.
  4. તેઓ 2015માં સૌથી યુવા ચેનલ હેડ તરીકે એક ગુજરાતી ચેનલમાં જોડાયા હતા. તેમનો શો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂતોમાં લોકપ્રિય હતો.
  5. ઇસુદાન ગઢવી 14 જૂન 2021ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. અને આજે દિલ્હના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા ઇસુદાન ગઢવીને ગુજરાતના સીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Isudan Gadhvi: ઉંમર, જીવનચરિત્ર, શિક્ષણ, પત્ની, જાતિ, નેટ વર્થ અને વધુ
Isudan Gadhvi: ઉંમર, જીવનચરિત્ર, શિક્ષણ, પત્ની, જાતિ, નેટ વર્થ અને વધુ 2

આપના મુખ્યમંત્રીના ઉમેદવાદ તરીકે જ્યારે ઇશુદાન ગઢવીનું નામ જાહેર થયું તો તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હું રાજકારણમાં રાજનિતીને બદલવા આવ્યો છું, રાજનિતી કરવા નથી આવ્યો. ઇશુદાન ગઢવીએ જણાવ્યું કે,સિક્યોર જોબ અને શાંતિની જિંદગી છોડવા માટે મને પ્રવર્તમાન સ્થિતિએ મજબુર કર્યો છે. તેમણે જણાવ્યું પ્ર્ત્રકાર તરીકે કામ કરતા લોકોના પ્રશ્નો અને સ્થિતિ વાકેફ થયા બાદ કેટલીક રાત્રે હું રડ્યો છું. ન્યુઝ ચેનલમાં કામ કરતાં જ્યારે મેં મારો શો શરૂ કર્યો તો ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો મને હચમચાવી દેતા હતા. જો કે એ સમયે હું અન્યાય, શોષણ સામે અવાજ ઉઠાવતો હતો. પરંતુ પરિસ્થિતિને બદલવા માટે મારે રાજકારણમાં પ્રવેશ કરવો પડ્યો.

રસપ્રદ તથ્યો

રસપ્રદ તથ્યો તેઓ ગુજરાતી મીડિયાના ફેમસ એન્કર અને રાજનેતા છે. 150 કરોડના કૌભાંડ અને ગેરકાયદેસર વૃક્ષો કપાતાં હોવાના તેમના રિપોર્ટે સરકારની ઊંઘ ઉડાવી અને સરકાર હરકતમાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રિય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે મતગણતરી આઠ ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!