મિઝોરમ મેઘાલય અને રાજસ્થાનના ફરવા માટે બેસ્ટ સ્થળો

મિઝોરમ મેઘાલય અને રાજસ્થાનના ફરવા માટે બેસ્ટ સ્થળો વિષે સંપૂર્ણ માહિતી મધ્ય પ્રદેશમાં ફરવા માટે ના સરસ સ્થળો જે તમને તેના વિષે જાણીને આનંદ થશે અને તમે ફરવા જાવ ત્યારે તમને થોડુંક વધારે સમજવા મળે તે માટે આ લેખને સાંપૂર્ણ વાંચવા વિનંતી.

મિઝોરમ

આઇઝોલઃ પૂર્વ ભારતના પર્વતો અને ગાઢ જંગલોમાં 1130 મીટર ઊંચાઈ પર વસેલું આ શહેર મિઝોરમની રાજધાની છે. અહીં શહેર ફરતી લીલી ઝાડીનો પ્રાકૃતિક કોટ છે. નીચે ખીણ છે. અહીં નદી, સંગ્રહાલય, પ્રાણીઉદ્યાન, ખીણો અને ટેકરીઓ જોવાલાયક છે.

મેઘાલય

શિલોંગઃ મેઘાલય રાજ્યની રાજધાની છે. આ સાત ભિન્ન ટેકરીઓ પર વસેલું ગિરિનગર છે. અહીં વૉર્ડ સરોવર પર નૌકાવિહાર, હૈદરી ઉપવન, બડા બજાર, ઉમિયમ સરોવર, શિલૉંગ શિખર, ક્રિનોલિન જલધોધ, પતંગિયાનું સંગ્રહાલય, રાજ્ય સંગ્રહાલય તથા અન્ય સુંદર સ્થળો જોવાલાયક છે.

ચેરાપુંજીઃ વિશ્વમાં સૌથી વધુ વરસાદનો વિક્રમ ધરાવતાં સ્થળો પૈકીનું એક છે. સેવન સિસ્ટર ફોલ તથા અન્ય ધોધ અહીંનું મુખ્ય આકર્ષણ છે.

રાજસ્થાન

જયપુર: પિંક સિટી તરીકે જાણીતું આ શહેર રાજસ્થાનની રાજધાની છે. અહીં હવામહેલ, અંબર મહેલ, ચંદ્રમહેલ, જલમહેલ, શીશમહેલ, સિટી પૅલેસ, રાજા સવાઈ જયસિંગ નિર્મિત તરમંતર વેધશાળા જોવાલાયક સ્થળો છે.

અજમેરઃ મુસ્લિમોનું યાત્રાધામ છે. અહીં ખ્વાજા મોઇઉદીન ચિશ્તીની દરગાહ તેમજ ‘ઢાઈ દિન કા ઝોંપડા’ મસ્જિદ આવેલી છે.

ઉદયપુરઃ સરોવરોના શહેર તરીકે જાણીતું આ શહેર રાજસ્થાનના વેનિસ તરીકે ઓળખાય છે. અહીં શ્વેત પથ્થરોના મહેલો, મંદિરો તથા ભવ્ય ભવનોના કારણે શ્વેત નગર પણ કહેવાય છે. પિછોલા લેક, જગમંદિર મહેલ, શિવનિવાસ મહેલ, માણેક મહેલ, મોતીમહેલ, બારી મહેલ, જગદીશ મંદિર, લોકકલા સંગ્રહાલય, ફતેહસાગર, સહેલિયોં કી વાડી, મહારાણા પ્રતાપ સ્મારક જોવા જેવાં છે.

એકલિંગજીઃ મેવાડ અને ઉદયપુરના રાજવંશોના કુળદેવતા છે. અહીં ભગવાન શિવનું એક લિંગવાળું વિશેષ મંદિર છે.

ખેતરીઃ તાંબાની ખાણોનું કેન્દ્ર છે.

ચિત્તૌડગઢઃ રાજસ્થાનનું આ ઐતિહાસિક નગર છે. અહીં પદ્મિની મહેલ, મીરાં મહેલ, પન્નાબાઈનો મહેલ, રાણા કુંભાની રજવાડી વસ્તુઓ, કીર્તિસ્તંભ (24.4 મીટર ઊંચાઈ), રાણા કુંભાએ બંધાવેલ વિજયસ્તંભ (36.6 મીટર ઊંચાઈ) જોવાલાયક છે.

જય સમંદઃ એશિયાનું માનવસર્જિત સૌથી મોટું સરોવર, રજવાડા તેમજ પ્રાણી અભયારણ્ય આવેલાં છે.

જૈસલમેરઃ થરપાકરના રણમાં વસેલું સુંદર સ્થાપત્યોનું શહેર ‘સોનેરી નગરી’ તરીકે જાણીતું છે. રણને પણ શોભા હોય છે તે જૈસલમેર જોવાથી સમજાય છે. અહીં ગોલ્ડન ફૉર્ટ, જ્ઞાનભંડાર ગ્રંથાલય, પ્રાચીન હસ્તલિખિત સંગ્રહો, સાત માળ ધરાવતો ગજ પૅલેસ, ગાદી સાગર, પટવોં કી હવેલી, કાષ્ઠ જીવાષ્મ ઉપવન, રેતીના ઢુવા, રણ, ઉપવન તથા કલાત્મક કોતરણીઓ આકર્ષક છે.

જોધપુરઃ મોતીમહેલ, લમહેલ, શીશમહેલ, ઉમેદ ભવન તથા રજવાડાના કિલ્લા, મહેરાણ ગઢ, જસવંત થડા સંગ્રહાલય, બાલ સમંદ સરોવર, ઉદ્યાન તથા મહામંદિર જોવા જેવાં છે.


નાગૌર : ઊંટનું મોટું બજાર છે.

નાથદ્વારા: હિન્દુઓનું પવિત્ર તીર્થ છે. અહીં ભગવાન શ્રીનાથજીનું ભવ્ય મંદિર છે.

પિલાનીઃ વિદ્યાધામ તેમજ કૉલેજોનો સમૂહ છે.

પુષ્કર: હિન્દુઓનું પ્રાચીન તીર્થ છે. અહીં પવિત્ર સરોવર પુષ્કર તીર્થ, બ્રહ્માજીનું મંદિર છે. અહીંનો વાર્ષિક ઊંટમેળો જાણીતો છે.

પોખરણઃ ભારતનું અણુવિસ્ફોટકનું કેન્દ્ર છે.

બિકાનેરઃ જૈન મંદિરો, લાલગઢ તથા ગજનેરના રજવાડા તથા કિલ્લા આવેલાં છે. અહીં ઊંટ પ્રજોત્પાદન કેન્દ્ર છે.

બુંદીઃ સરોવર તટે કિલ્લાવાળો મહેલ જોવા જેવો છે. ૭ ભરતપુરઃ કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય આવેલું છે. અહીં ત્રણસોથી વધુ જાતનાં પક્ષીઓ છે. સંયુક્ત રાષ્ટ્રોએ વિશ્વવારસાનું પદ આપેલું છે. અહીં લોહગઢ મહેલ, પુરાણા મહેલ, દિગ દુર્ગ જોવાલાયક છે.

માઉન્ટ આબુઃ અરવલ્લી ગિરિમાળાનું સુપ્રસિદ્ધ ગિરિમથક છે. અહીં નખી સરોવર, અચલેશ્વર મહાદેવ મંદિર, ટોડ રૉક, અર્બુદાદેવી મંદિર, સ્થાપત્ય અને કલાના અદ્ભુત નમૂનારૂપ દેલવાડાંનાં દેરાં, બ્રહ્માકુમારીનું કેન્દ્ર, ગુરુશિખર, રઘુનાથજી મંદિર જોવાલાયક છે.

રણથંભોરઃ અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે શોભતું રાષ્ટ્રીય ઉપવન છે. અહીં વાઘ, દીપડા, વન્ય ભૂંડ, વરુ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અહીં રણથંભોર કિલ્લો, જોગી મહેલ, ગણેશ મંદિર તથા સુનહરી કોઠી જોવાલાયક છે.

રાણપુરઃ શિલ્પ સ્થાપત્ય તથા અપ્રતિમ નકશીકામ ધરાવતાં જૈન મંદિરો આવેલાં છે.

રૂપનગરઃ મૂર્તિ તૈયાર કરવાનો મોટો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

સાંગાનેર: કુમારપ્પા નૅશનલ હૅડમેડ પેપર ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે.

સાંભરઃ ખારા પાણીનું સરોવર છે.

રાણીવાવ : ચૌદ પર્વતોની ગિરિમાળામાં આવેલું સુન્ધામાતાનું વિખ્યાત મંદિર છે.

મિઝોરમ મેઘાલય અને રાજસ્થાન

Socioeducations.comClick Here

મિઝોરમ મેઘાલય અને રાજસ્થાનના ફરવા માટે બેસ્ટ સ્થળો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!