ધરતીપુત્રો ખુશખુશાલ; ચોમાસાનું વિધિવત આગમન, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં વહેલી સવારથી વરસાદ

ગુજરાતના ધરતીપૂત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારથી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને હવે આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 30 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

ચોમાસાનું વિધિવત આગમન

Rain Forecast in Gujarat: ગુજરાતના આંગણે ચોમાસાએ ટકોરો મારી દીધો છે. પરિણામે જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં 30 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં વહેલી સવારથી વરસાદ

આજે દ્વારકા, જામનગર, માં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે વહેલી સવારથી જ ભાણવડ, ખંભાળિયા અને કલ્યાણપુર પંથકના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો.

રાજ્યમાં 30 તારીખ સુધી મેઘમહેરની સંભાવના


તો 27 જૂને મેઘરાજાના નવસારી, ગીર સોમનાથ, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 28 જૂને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 29 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે.

સ્કાયમેટ અનુસાર આજે અહી પડશે વરસાદ


ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, ડાંગમાં સારો વરસાદ રહેશે. આ સાથે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં હળવો વરસાદ રહેશે.

છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં નોંધાયો વરસાદ


છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લાના ઘોઘામાં 3 ઈંચ નોંધાયો છે. ઘોઘા ઉપરાંત અમરેલીમાં 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, વાગરા, ભરૂચમાં 1.5 ઈંચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ, બાબરા અને મોડાસામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પડધરી, કોટડા સાંગાણી અને કુતિયાણામાં 1-1 ઈંચ, લાઠી અને જામનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!