વિધાનસભાની ચૂંટણીમાં NOTA ફેક્ટર કેટલું મહત્વનું, રાજકીય નેતાઓ શા માટે ફફડે છે?, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જો કે ચોથું ફેક્ટર NOTA (None of the above)ને પણ…

રાજકીય નેતાઓ શા માટે ફફડે છે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જો કે ચોથું ફેક્ટર NOTA (None of the above)ને પણ અવગણી શકાય નહીં. નોટાએ વર્ષ 2017ની ચૂંટણીના પરિણામોમાં બહું મહત્વની અસર કરી હતી. નોટાના કારણે કુલ 31 બેઠક એવી હતી જેના પરિણામ બદલાઈ ગયા હતાં. ઘણા ઉમેદવારો ખુબ જ ઓછા માર્જિનથી જીત્યા હતા.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં NOTA ઈફેક્ટ

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 5 લાખથી વધુ મતો નોટામાં પડયા હતા. જે કુલ મતદાનના 1.83 ટકા હતા. આ મતના કારણે 31 બેઠક એવી હતી કે જીતેલા ઉમેદવારે હરીફ ઉમેદવાર પર મેળવેલી મતોની સરસાઈ કરતાં નોટાના મતો વધારે હતા. ભાજપના 17 ઉમેદવાર નોટાના કારણે જીતી ગયા હતા તો કોંગ્રેસના 12 ઉમેદવારની જીત નોટાને કારણે સરળ બની હતી.

વિધાનસભાની ચૂંટણીમાં NOTA ફેક્ટર કેટલું મહત્વનું
વિધાનસભાની ચૂંટણીમાં NOTA ફેક્ટર કેટલું મહત્વનું, રાજકીય નેતાઓ શા માટે ફફડે છે?, જાણો 3

વર્ષ 2017માં NOTAના કારણે કોંગ્રેસને નુકસાન

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં NOTA (None of the above)ના કારણે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. જો નોટાના મત કોંગ્રેસને મળ્યા હોત તો કોગ્રેસ 77ને બદલે 82 સીટ જીતવામાં સફળ રહી હોત. આ 82 સીટમાં 3 અપક્ષ, 1 NCP અને 2 BTPની સીટ મળીને કુલ 88 સીટ થઈ અને ભાજપના ફાળે પણ 94 સીટ જ આવી હોત. આમ, કોંગ્રેસના હાથમાંથી સત્તા હાથવેંત રહી ગઈ હતી.

EVMમાં NOTAનો વિકલ્પ શા માટે?

ચૂંટણીમાં એક વિકલ્પ તરીકે NOTA શા માટે મહત્વનો છે તે પણ સમજવું જોઈએ. નોટાને એક નકારાત્મક વિકલ્પ તરીકે માન્યતા મળી છે. મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો તે સામાન્ય રીતે મતદાન કરવાનું ટાળતો હોય છે. જોકે તેને જો NOTAનો વિકલ્પ મળે તો તે ચોક્કસપણે મતદાન કરશે. સુપ્રીમ કોર્ટે પણ આ વિચારને સ્વિકારી NOTAનો EVMમાં સમાવેશ કરવા માટે હુકમ કર્યો હતો.

રાજકીય પક્ષોને નાપસંદ છે NOTA

દેશના તમામ રાજકીય પક્ષોને NOTAનો વિકલ્પ બિલકુલ પસંદ નથી, NOTAના કારણે ઉમેદવારોની હારજીતમાં બહું મોટો ફરક પડી જતો હોય છે. ઉમેદવારોની જીત પણ હારમાં ફેરવાઈ જતી હોય છે તેથી રાજકીય પાર્ટીઓેએ શરૂઆતમાં તેનો વિરોધ કર્યો હતો. જો કે તંદુરસ્ત લોકશાહી માટે તે ખુબ જ જરૂરી છે. NOTAના કારણે મતદારોને મતદાન કરવાનો એક નકારાત્મક વિકલ્પ મળશે અને તે મતદાન કરવા માટે આકર્ષાશે.

NOTAનો ઈતિહાસ શું છે ?

NOTAનો ઉપયોગ સૌ પ્રથમ અમેરિકામાં થયો હતો. અમેરિકાના નેવાડા રાજ્યમાં 1976 ની ચૂંટણીમાં NOTA કરવામાં આવ્યો હતો. આ પછી તેનો ઉપયોગ ઘણા દેશોમાં શરૂ થયો. કોલંબિયા, યુક્રેન, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ફિનલેન્ડ, સ્પેન , સ્વિડન, ચીલી, ફ્રાન્સ, ભારત, બેલ્જીયમ અને ગ્રીસ આટલા દેશો પોતાના નાગરિકોને નકારાત્મક મત આપવાનો અધિકાર આપ્યો છે.

ભારતમાં NOTAનો આરંભ ક્યારથી થયો?

વર્ષ 2009માં નોટાને મતદાનમાં સામેલ કરવા માટે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેથી ભારતના મતદાતાઓને પણ જો અયોગ્ય હોય તો તેવા ઉમેદવારોને પસંદ ન કરવાની આઝાદી મળે. જોકે તત્કાલીન સરકાર અને અન્ય કેટલાક રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો તેને કારણે તે વખતે ભારતમાં તેનો અમલ થઈ શક્યો ન હતો. તે સમયે તેને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ દ્વારા ટેકો મળ્યો હતો, જે એક એનજીઓ હતું. વર્ષ 2013 માં, સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો, ત્યાર બાદ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેનો પહેલી વાર ઉપયોગ થયો અને તે વખતે 15 લાખ લોકોએ નોટાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. પછી વર્ષ 2014માં થયેલી લોકસભાની ચૂંટણીથી તેનો ઉપયોગ આખા દેશમાં શરૂ થયો. આ રીતે, ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોમાં નોટાનો સમાવેશ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *