ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. ભાજપે ઐતિહાસિક સીટો હાંસલ કરી હતી. ત્યારે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. (Lok Sabha elections 2024) ભલે ચૂંટણીને ઘણો સમય બાકી હોય પરંતુ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાને લઈ સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો પર ભાજપનો વિજય થશે.
લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીઓએ શરૂ કરી તૈયારી
2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રણનીતિ સાથે પાર્ટી આગળ વધી રહી છે. ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. કોંગ્રેસને ઓછી સીટો મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં ખાતું ખોલ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

26 સીટો પર ભાજપનો વિજય થશે – સી.આર.પાટીલ
ગુજરાતમાં ભવ્ય જીત બાદ સી.આર.પાટીલે લોકસભાની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાનો પ્રધાનમંત્રી મોદી પ્રત્યે જે વિશ્વાસ હતો તેને કારણે ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. ત્યારે હવે 2024માં પણ ભાજપને આવી જ રીતે લોકોનો વિશ્વાસ પ્રાપ્ત થશે અને ગુજરાતની તમામ 26 સીટો પર કમળ ખીલશે. તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જીત હાંસલ થશે.