કરુણા અભિયાન 2023 : ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં અભિયાન

કરુણા અભિયાન 2023 : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓની ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા.20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2023 યોજવામાં આવશે.

કરુણા અભિયાન 2023

રાજ્ય સરકારે મકરસંક્રાંતિના તહેવાર પર પક્ષીઓને લઈને કરુણા અભિયાનની (karuna abhiyan in gujarat) શરૂઆત કરી છે. આ અભિયાનમાં 8,000 જેટલા સ્વયંસેવકો જોડાયા છે. આ ઉપરાંત (Uttrayan 2023) પક્ષીઓની સારવાર કેન્દ્રોની વિગત માટે વોટસએપ પર કોલ કરીને લીંક મેળવી શકાશે. (Makar Sankranti 2023)

karuna abhiyan in gujarat
કરુણા અભિયાન 2023 : ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં અભિયાન 2

અબોલ જીવોના રક્ષણ માટેનું આ અભિયાન દેશ અને દુનિયામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે ત્યારે આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 09:00 વાગ્યા પહેલા અને સાંજે 05:00 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અપીલ કરી છે.

પોસ્ટ નામકરુણા અભિયાન 2023
રાજ્યગુજરાત
હેલ્પલાઈન નંબર1962
વોટ્સએપ હેલ્પલાઈન8320002000

કરુણા અભિયાન 2023 મુખ્ય મુદ્દા :

  • ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં કરુણા અભિયાન શરૂ – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ.
  • પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને તેની સારવાર કરવા તારીખ 20મી જાન્યુઆરી સુધી યોજાશે કરૂણા અભિયાન 2023.
  • જીવ દયાના આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 09:00 પહેલા અને સાંજે 05:00 પછી પતંગ ન ઉડાડવા પ્રવક્તા મંત્રીશ્રીની અપીલ.
  • ઉત્તરાયણના પર્વમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા મંત્રી શ્રી ઋષિકેશ પટેલનો રાજ્યની જનતાને અનુરોધ

નોંધ :

  • દેશભરમાં અબોલ જીવના સંરક્ષણ માટે આ અનોખું અભિયાન ગુજરાતમાં છેલ્લા 6 વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે.
  • હેલ્પલાઇન નંબર 1962 ઉપરથી કરુણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થશે : વોટ્સએપ નંબર 8320002000 ઉપર પણ સેવા ઉપલબ્ધ કરાવાઈ.
  • રાજ્યભરમાં જરૂરિયાત મુજબ 865 થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો બનાવ્યા.

કરૂણા અભિયાન– Karuna abhiyan in Gujarat


રાજ્યમાં યોજાનાર આ અભિયાનની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017થી રાજ્યમાં કરૂણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક ઉત્તમ શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં અંદાજે 70 હજારથી વધુ પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવી શક્યા છે. આપણે સૌ ઉત્સવ પ્રિય નાગરિકો છીએ ત્યારે ઉત્તરાયણ પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકશાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ.

મંત્રીશ્રીએ કહ્યું કે, આગામી તારીખ 20 જાન્યુઆરી સુધી કાર્યરત આ કરૂણા અભિયાન 2023 દરમિયાન દરરોજ સવારે 07:00 કલાકથી સાંજે 06:00 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂપ કાર્યરત કરાશે એટલું જ નહી, 33 જીલ્લાઓમાં 333 એન.જી.ઓ. આ સેવાયજ્ઞમાં જોડાઈ છે. ચાલુ વર્ષે રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્ર, 750થી વધારે ડોક્ટર તથા 8 હજારથી વધારે સ્વયંસેવકો કાર્યરત રહીને પક્ષી બચાવવાનું કામ કરી રહ્યા છે. આ માટે જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટ્સએપ નંબર 8320002000 ઉપર કોલ કરીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે.

મંત્રીશ્રીએ નાગરિકોને ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવાની સાથે સાથે અબોલ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરતા કહ્યું કે, કોઇપણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ વિભાગને જાણ કરવા તેમજ જો કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ છે.

ચાઈનીઝ દોરી બાબતે પોલીસને કરો જાણ

નાગરિકોને ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવાની સાથે સાથે અબોલા પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરતાં કહ્યું કે, કોઇપણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ વિભાગને જાણ કરે. તેમજ જો કોઇ ઈજાગ્રસ્ત પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ વક્તા પ્રદાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. (Makar Sankranti Festival 2023)

  1. કરુણા અભિયાન 2023 હેલ્પલાઇન નંબર કયો છે?

    1962 હેલ્પલાઈન નંબર છે

  2. પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટ્સએપ નંબર કયો છે?

    8320002000 વોટ્સએપ નંબર છે

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!