Raksha Bandhan Date: શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો. અધિક શ્રાવણ માસ એટલે કે પુરૂષોતમ માસ પુરો થયા બાદ હવે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. શ્રાવણ મહિનામા ઘણા તહેવારો આવે છે તે પૈકી રક્ષાબંધન પણ એક મોટો તહેવાર શ્રાવણ માસમા આવે છે. રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેન તેના ભાઇને રાખડી બાંધે છે. આ વર્ષે તિથીઓની વધઘટ અને મુહુર્ત ને લીધે રક્ષાબંંધન 30 ઓગષ્ટે છે કે 31 ઓગષ્ટે તેમા લોકો મૂંઝવણમા છે.
Raksha Bandhan Date 2023
Raksha Bandhan 2023: ભાઈ-બહેનના પવિત્ર સ્નેહનું પ્રતીક એટલે રક્ષાબંધનનો તહેવાર. આ વખતે રક્ષાબંધન બે દિવસે ઉજવવામાં આવનાર છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમે ભદ્રા યોગ હોવાના કારણે આ વર્ષે રક્ષાબંધન નુ પર્વ 30 અને 31 ઓગસ્ટે એમ 2 દિવસ છે.
- આ મહિનામા આવી રહ્યો છે ભાઈ બહેનના સ્નેહનો તહેવાર
- લોકોમા કનફયુઝન… 30 કે 31 ઓગસ્ટ ? ક્યારે ઉજવાશે રક્ષાબંધન ?
- રક્ષાબંધનના રાખડી બાંધવાના સૌથી શુભ મુહૂર્ત
આ વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમે ભદ્રા યોગ હોવાના કારણે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટે એમ 2 દિવસ રહેશે. રક્ષાબંધન ના રાખડી બાંધવાના શુભ મુહૂર્ત 30 ઓગસ્ટ, બુધવારે રાત્રે 8.57 થી શરૂ કરીને 31 ઓગસ્ટ ગુરૂવારે ઉદયાતિથિમાં સવારે 7.46 વાગ્યા સુધી રહેનાર છે. સ્ર્હાવણ મહિનાની પુનમ 30 ઓગસ્ટ સવારે 10.13 થી શરૂ થશે. ભદ્રાકાળ સવારે 10.23 વાગ્યાથી લઈને રાત્રે 8.57 વાગ્યા સુધી રહેનાર છે.
રક્ષાબંધન શુભ મુહુર્ત
Raksha Bandhan Date; 30 ઓગસ્ટે ભદ્રા મૃત્યુ લોકની હોવાના કારણે સવારે 10.13 વાગ્યાથી લઈને 8.57 સુધી રાખડી નહી બાંધી શકાય. એવી માન્યતા છે કે ભદ્રાનો યોગ હોવા પર રાખડી બાંધવી શુભ હોતી નથી. રાખડી હંમેશા ભદ્રા રહિત કાળમાં બાંધવી જ શુભ માનવામાં આવે છે.
પૂજા- સામગ્રીની લિસ્ટ
રાખડી
- રક્ષાબંધન પર સૌથી જરૂરી વસ્તુ છે રાખડી. પૂજાની થાળીમાં જ રાખડી મુકીને પછી ભાઈને તિલક કરીને રાખડી બાંધવી જોઇએ.
કંકુ
- રક્ષાબંધનના દિવસે બહેન સૌથી પહેલા ભાઈના માથા પર તિલક લગાવે છે. તિલક લગાવવા માટે કંકુની જરૂર રહે છે. રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં રાખડીને જરૂર મુકવી જોઇએ. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા તિલક લગાવવાની પરંપરા છે.
અક્ષત
- તિલક લગાવ્યા બાદ માથા પર ચોખા પણ લગાવવામાં આવે છે. તેને અક્ષત કહેવામા આવે છે. રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં ચોખા જરૂર મુકવા જોઇએ.
મિઠાઈ
મિઠાઇ એ શુભ કાર્યનુ ર્પતિક છે. તહેવાર હોય અને મિઠાઈ ન હોય એવું કઈ રીતે બને. રક્ષાબંધનના પર્વમાં બહેન ભાઈને મિઠાઈ ખવડાવે છે. પૂજાની થાળીમાં મિઠાઈ જરૂર રાખવી જોઇએ.