આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી, વિવિધ માંગણીઓ સાથે વ્યારામાં રેલી કાઢી

વ્યારા સુગર ફેકટરીના આદિવાસી ખેડૂતો વાહન માલિકો મજૂરોનું પેમેન્ટ બાકી છે. જે તાત્કાલિક ચૂકવવામાં આવે ઉકાઈ વિસ્થાપિતો જંગલ જમીનના કાયમી ધોરણે માન્યતા મેળવવા કરેલ દાવા મંજૂર કરવા જેમને સનદો મળી છે એમને સુવિધા વીજ કનેકશન, જમીન સમતળ, પીયત પુરી પાડવામાં આવે

આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી

વ્યારામાં રેલી કાઢી સુત્રોચાર કરતા આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપીએ જિલ્લા સેવા સદન સામે આગેવાનોએ જાહેર સભા યોજ્યા બાદ કલેક્ટરને આવેદન આપ્યુ હતુ. આવેદનપત્રમાં જણાવેલ મુદ્દા પર 15 દિવસમાં કાર્યવાહી ન કરવામાં આવે તો તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી
આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી

વ્યારા ખાતે તાપી કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર આદિવાસી ખેડૂતો વર્ષોથી પેઢી દર પેઢી જંગલ જમીન પર ખેતી કરી આજીવિકા ચલાવતા આવ્યા છીએ.આદિવાસીઓને જળ,જંગલ, જમીન પર પોતાના અધિકારો કાયમ રહે તે માટે વન અધિકાર અધિનિયમ, નિયમો અને સુધારા નિયમ ઘડવામાં આવ્યા હોવા છતા ગુલામની જેમ વર્તણૂક કરી રહ્યુ છે. પેસા કાનૂન અને જંગલ જમીન અધિકાર માન્યતા ધારો 2006નું વન વિભાગ ઉલ્લંઘન કરી રહ્યું છે. સંવિધાનના નિયમોને ઉલ્લંઘન કરીને ગ્રામ સભાઓને વિશ્વાસમાં લીધા વગર સરકાર ફેકટરીઓ માટે જમીન સંપાદન, રસ્તાઓ તેમજ અન્ય પ્રોજેકટો માટે મનસ્વી રીતે આદિવાસીઓને આપેલા બંધારણીય હક્કોનાં વિરૂદ્ધમાં આદિવાસીઓની જમીન છીનવી લેવા પ્રયત્ન થઈ રહ્યા છે. જેને બંધ કરી આદિવાસીઓના બંધારણીય હક અધિકારોને રક્ષણ પુરૂ પાડવામાં આવે.

વિવિધ માંગણીઓ સાથે વ્યારામાં રેલી કાઢી
આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી, વિવિધ માંગણીઓ સાથે વ્યારામાં રેલી કાઢી 3

વિવિધ માંગણીઓ સાથે વ્યારામાં રેલી કાઢી

સોનગઢ ઝરીઆંબા ગામના દાવાઓ હાલમા પેન્ડિંગ છે. જે દાવેદારોને ચાલુ વર્ષે ખેતી કરવામાં આવેલ વન વિભાગ દ્વારા ખેતીનું કરેલ નુકશાનીનું વળતર સાથે ફરી કબ્જો આપવામાં આવે. મૌવલીપાડાના વન અધિકાર સમિતીના મંત્રી દશરત વસાવાને મારામારી કરી કબ્જો છોડાવી ત્રાસ આપી આત્મહત્યા કરવા પર મજબુર કર્યો જેને વન વિભાગના અધિકારીઓ સામે એફ.આઈ.આર કરવામાં આવે. જે ગામોને સામૂહિક અધિકાર મળેલ નથી તે ગામોને જમીન ફાળવી અધિકારપત્ર આપવા, વન વસાહત ગામોને રેવન્યુમાં ફેરવી રહેઠાણ માટે ઘર પ્લોટ ફાળવી રેવન્યુ ગામ તરીકે જાહેર કરવા, ઉકાઈ વિસ્થાપિતો જંગલ જમીનના કાયમી ધોરણે માન્યતા મેળવવા કરેલ દાવા મંજૂર કરવા, જેમને સનદો મળી છે એમને સુવિધા વીજ કનેકશન, જમીન સમતળ, પીયત પુરી પાડવામાં આવે, વ્યારા સુગર ફેકટરીના આદિવાસી ખેડૂતો વાહન માલિકો મજૂરોનું પેમેન્ટ બાકી છે. જે તાત્કાલિક ચૂકવવામાં આવે તેમજ ફેકટરી રીપેર કરી સમયસર ચાલુ કરવા જેવી માગો સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!