Vehicle Driving Rules: ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જે મુજબ 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે. એટલે કે 1 જુલાઈ બાદ ‘Applied For Registration’નું સ્ટિકર લાગેલું હશે તો પણ દંડ ફટકારવામાં આવશે.
નંબર પ્લેટ વિનાના વાહનોને ફટકારાશે દંડ
રાજ્યમાં નંબરપ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી થશે. 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી થશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારાશે. વાહનમાં એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર ચાલશે નહીં. આવતા મહિનાથી RTOને બદલે શો-રૂમમાંથી નંબર પ્લેટ મળે તેવી વ્યવસ્થા કરાશે. તમામ વાહનો એટલે કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, 7. 5 ટનથી ઓછી ક્ષમતાવાળા માલસામાન, ટ્રેક્ટર અને અન્ય સાધનો પર નવો નિયમ લાગુ કરાશે.
કયા વાહન ચાલકોને છૂટ આપવામાં આવશે?
જુલાઈના પ્રથમ સપ્તાહ પહેલા જો કઈ નવા વાહનની ડિલિવરી થઈ હશે તો તેને આમાંથી છૂટ આપવામાં આવશે. પરંતુ જુલાઈના પહેલા સપ્તાહ પછી જો કોઈ વાહનોમાં આ મુજબ રજિસ્ટ્રેશન નહીં થયું હોય તો ચાલકને દંડ ફટકારવામાં આવશે. નવો નિયમ લાગુ થતાં 15 દિવસનો સમય લાગી શકે તેમ છે. વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, વાહનોને RTOમાં ફિઝિકલ વેરિફિકેશનની જરૂર રહેશે નહીં. એક વખત પેપર અપલોડ થતાં જ વાહનનો નંબર પણ એલોટ કરી દેવામાં આવશે અને ડિલરે જ નંબર પ્લેટ ફીટ કરી આપવાની રહેશે.
સ્ટેપ બાય સ્ટેપ સમજો સમગ્ર પ્રક્રિયા
- સૌપ્રથમ: ડીલર દ્વારા વાહનનું વેચાણ થયા બાદ ઓનલાઇન વેબસાઇટ પર એન્ટ્રી થશે. ત્યારબાદ વાહન ખરીદનારના દસ્તાવેજો તેમ અપલોડ થશે. ટેક્ષ તથા ફી ની ભરપાઇ કર્યા બાદ એપ્લીકેશન જનરેટ કરવામાં આવશે.
- સ્ટેપ બીજું: એપ્લીકેશનનું ડીલર કક્ષાએ એપ્રુવલ થયા બાદ તુરંત જ વાહનને રેન્ડમ પધ્ધતિથી રજીસ્ટ્રેશન નંબર ફળવાઇ જશે.
વાહનના ડીલર દ્વારા વાહનને ફળવાયેલ રજીસ્ટ્રેશન નંબરની HSRP પ્લેટ તૈયાર કરી વાહન પર ફીટ કરી વાહન માલિકને વાહનની ડીલીવરી આપવામાં આવશે.
વાહનોને ડીલર કક્ષાએ રજીસ્ટ્રેશન નંબર ફળવાયા બાદ દૈનિક ધોરણે આ મુજબ રજીસ્ટ્રેશન થતા વાહનોના દસ્તાવેજો તથા ભરપાઇ થયેલ ફી અને ટેક્ષની ચકાસણી સંબંધિત RTO દ્વારા કરવામાં આવશે.
પસંદગીના નંબર જોતા હોય તો શું કરવું ?
જે વાહન માલિકો ગોલ્ડન કે સિલ્વરનં લેવા ઈચ્છતા હોય તેઓએ જૂની પદ્ધતિ મુજબ CNA ફોર્મ ભરવાનું રેહશે તથા ઓકશનમાં ભાગ લીધા બાદ સફળ થયેથી RTO/ARTO દ્વારા જેતે રજીસ્ટ્રેશન નંબર વાહનને એસાઈન કરવાના રેહશે અને ત્યાર બાદ સંમ્બ્ધિત ડીલર દ્વારા અરજીનું એપ્રુવલ આપ્યેથી વાહન નંબર અરજદારને ફાળવાઈ જશે. ટ્રાન્સપોર્ટ વાહનોના કિસ્સામાં પરમીટ સંબંધિત કાર્યવાહી RTO/ARTO કચેરીની કક્ષાએ કરવાની રેહશે. ડીલર દ્વારા વાહનની નોધણી શરુ કરતા પેહલા પરિપત્રમાં સામેલ Annexure-A મુજબનું ડીલર ડેકલેરેશન સર્ટીફીકેટ તેઓના લેટરહેડમાં સંબધિત RTO/ARTO કચેરી ખાતે જમા કરવાનું રહેશે.
રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે
આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. આ પ્રક્રિયા આગામી 1 જુલાઈથી શરૂ કરાશે. મહત્વનું છે કે પહેલાં RTOમાંથી જ વેરિફાઇ અને એપ્રૂવલની કામગીરી થતી હતી અને આરટીઓમાંથી નંબર એલોટમેન્ટ થતા હતા. પરંતુ હવે તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી જ કરાશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે. આ માટે શો-રૂમના ડીલર્સને RTO દ્વારા તાલીમ આપવામાં આવશે.
આ પ્રકારના વાહનોના નંબર માટે RTO જવું પડશે
ગુજરાત રાજય કે અન્ય રાજયમાંથી ખરીદવામાં આવતા ડ્રાઇવ અવે ચેસીસવાળા વાહનો (જેના પર ચેસીસ ખરીદી પાછળથી બોડી બાંધવામાં આવે છે. ગુજરાત રાજય કે રાજય બહારના ડીલરો ધ્વારા વેચાણ કરવામાં આવતા ઇર્મ્પોટેડ વાહનો. ગુજરાત રાજય કે રાજય બહારના ડીલરો ધ્વારા વેચાણ કરવામાં આવતા Construction Equipment Vehicles તથા Special Purpose Vehicles. ગુજરાત રાજય કે રાજય બહારના ડીલરો ધ્વારા વેચાણ કરવામાં આવતા ટ્રેઇલર્સ. ગુજરાત રાજયમાંથી અથવા અન્ય રાજયમાંથી વેચાણ થયેલા ગર્વમેન્ટ સીરીઝ (G Series) માં નોંધણીપાત્ર હોય તેવા તમામ વાહનો. જે વાહનોમાં વાહનમાલિક ધ્વારા BH Series માં નોંધણી માટે રજુઆત કરેલ હોય તેવા વાહનોમાં ફોર્મ નં.-૬૦ મુજબના વર્કીગ સર્ટીફીકેટ અથવા ઓફીશીયલ આઇટેન્ટીટી કાર્ડ રજીર્સ્ટીગ ઓથોરીટીની કક્ષાએ ચકાસણી અર્થે. ગુજરાત રાજયમાંથી વેચાણ થતા પરંતુ અન્ય રાજયમાં નોંધણી થવાની હોય તેવા વાહનો. ગુજરાત રાજય સિવાય અન્ય રાજયોમાંથી ખરીદવામાં આવતા ફુલ્લી બિલ્ટ વાહનો. વાહન ૪.૦ના હોમોલોગેશન પોર્ટલમાં ઉપલબ્ધ ન હોય તેવા તમામ વાહનો. દિવ્યાંગ વ્યકિતઓ માટે ઉપયોગમાં લેવાતા વાહન.