Skymet Forecast: વરસાદને લઈને સ્કાયમેટ દ્વારા આગાહી કરી છે કે, રાજ્યમાં આવતું એક અઠવાડિયું એટલે કે વાતાવરણ અંગે માહિતી આપવી વેબસાઇટ સ્કાઇમેટે આગાહી કરતાં કહ્યું છે કે 16-17 જુલાઇએ ગુજરાતભરમાં વરસાદ વરસી શકે છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં જ્યાં હજી સુધી સારો વરસાદ નથી પડ્યો ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. તો દક્ષિણના વલસાડ, નવસારી ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે. તો પુર્વીય ગુજરાત સહિત અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા અને આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.
જુઓ ક્યાં પડી શકે વરસાદ
હવામાન વિભાગે આજના હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. 15,16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી છે. 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
Skymet Forecast News: હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. 18 જુલાઈ પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી ઠેય બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમ આવતા અતિભારે વરસાદની આગાહી છે.
ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશેઃ Skymet Forecast
વધુમાં સ્કાયમેટ દ્વારા વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 1 અઠવાડિયું ફરી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ કરી શકે છે. ત્યારે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. Skymet Forecast Update Today તેમજ દક્ષિણ- પૂર્વી ગુજરાતમાં ભારે વરસાદ થશે. કચ્છ અને જામનગર- દ્વારકામાં પણ વરસાદનું જોર સામાન્ય રહેશે. તેમજ જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ સારો વરસાદ થશે. તેમજ વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, ભાવનગર, તાપીમાં વરસાદ થસે. ઓફસોર ટ્રફ મજબૂત બનશે. બંગાળની ખાડીમાં નવું ચક્રવાત બનશે.

18થી 21 જુલાઈ રાજ્યમાં રહેશે ભારે વરસાદ
ગુજરાત પર વધુ એક વખત ભારે વરસાદની ઘાત મંડરાવા લાગી છે. હાલમાં જ ગુજરાત પર વરસી પડેલા વાદળોએ ગુજરાતના તંત્રના શ્વાસ ફુલાવી દીધા હતા ત્યાં હજુ તો તંત્રને બેઠા થવામાં વાંધા પડી રહ્યા છે અને વધુ એક વખત ગુજરાત ભણી વાદળોનો સમૂહ પ્રયાણ કરવા લાગ્યો છે. આગામી 18મી જુલાઈથી 21મી જુલાઈ દરમિયાનમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગરમી અને ભેજ છે સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવીટિ થઈ શકે તેવી પણ સંભાવના છે.