G20 Summit 2023: સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ (Pedro Sánchez) કોરોના સંક્રમિત થયા છે. આ વિશે માહિતી આપતા કહ્યું ‘હાલ મારી તબિયત સારી છે પણ હું G20 સમિટ માટે દિલ્હી નહીં જઈ શકું.’
Spain’s President Tests Positive For Covid : દિલ્હીમાં યોજાઈ રહેલી G-20 બેઠક પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોનાથી સંક્રમિત થયા બાદ હવે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ (Pedro Sánchez) કોવિડ પોઝિટિવ થઈ ગયા છે. નોંધનીય છે કે સાંચેઝ પહેલા G-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના હતા, પરંતુ હવે તેમના સ્થાને સ્પેનના ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી આવશે.
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોવિડ પોઝિટિવ થયા
સાંચેઝે પોતે આ વિશે માહિતી આપતા કહ્યું કે,’આજે બપોરે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હું G20 સમિટ માટે દિલ્હી જઈ શકીશ નહીં . હાલ મારી તબિયત સારી છે. G20 સમિટમાં સ્પેનનું પ્રતિનિધિત્વ ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ નાદિયા કેલ્વિનો(Nadia Calvino) અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસ (Jose Manuel Albares) કરશે.’ જણાવી દઈએ કે આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સમિટમાંથી હટી ગયા છે. તેના બદલે ચીન અને રશિયાના પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે.
Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20.
— Pedro Sánchez (@sanchezcastejon) September 7, 2023
Me encuentro bien.
España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación.
અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થયા હતા
આ પહેલા અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થઈ છે. આ જાણકારી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે જીલ બાયડનમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાયડનનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે બાયડનની 72 વર્ષીય પત્નીને ગયા વર્ષે ઓગસ્ટમાં પણ કોરોના સંક્રમિત થઈ હતી.
રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલો ભારતીય પ્રવાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાયડનનો આ પહેલો ભારત પ્રવાસ છે. વર્ષ 2020માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા. જો બાયડન અને PM મોદીનું આ બીજુ સ્પેશિયલ ડીનર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને ડિનર પર ઈનવાઈટ કર્યા છે. બન્ને નેતા શુક્રવારે સાંજે 7.30 વાગ્યે લોક કલ્યાણ માર્ગ પર સ્થિત PM મોદીના આવાસ પર મળશે. જી-20 સમિટમાં શામેલ થવા માટે જો બાયડન ભારત પહોંચશે અને ત્યાર બાદ PM મોદીની સાથે ડિનર કરશે. બન્ને નેતાઓની આજે દ્વિપક્ષીય બેઠક પણ છે.