Biparjoy Cyclone: બિપોરજોય નો ટ્રેક બદલાતા ગુજરાત પર ખતરો વધ્યો, આ વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા

Biparjoy Cyclone: અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમુદ્રમાં બપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. Biparjoy Cyclone વાવાઝોડાનો માર્ગ બદલાતાં ફરી ચિંતા વધી ગઈ છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.

Biparjoy Cyclone; આ વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 580 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બિપોરજોય વધુ આક્રમક બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે.

Biparjoy Cyclone વાવાઝોડું કેટલું દૂર?

  • પોરબંદરથી 580 કિમિ
  • ગોવાથી 700 કિમિ
  • મુંબઈથી 620 કિમિ
  • કરાંચીથી 890 કિમિ
Biparjoy Cyclone
Biparjoy Cyclone: બિપોરજોય નો ટ્રેક બદલાતા ગુજરાત પર ખતરો વધ્યો, આ વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા 2

સાઈક્લોન બિપોરજોયના પગલે પોરબંદર, દ્વારકા, ભાવનગર, સુરત, વલસાડ, દમણ સહિતના દરિયામાં કરંટ વધ્યો છે. ભારે પવન અને કરંટ વઢવાણ કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીમાં 10થી 15 ફૂટ સુધીના મોજા ઊછળી રહ્યા છે. લોકોની સલામતી માટે રાજ્યના મોટાભાગના બીચ પર જવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ સાથે જ NDRF તેમજ પોલીસ

4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી


હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.

અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના

સરકારી તંત્રના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદી માહોલ જોવા મળી શકે છે. સાઈક્લોનના કારણે રાજ્યના અનેક ભાગોમાં હવામાનમાં ફેરફાર આવી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર


Biparjoy Cyclone વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત તંત્ર એલર્ટ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડુમ્મસ અને સુવાલી બીચ બંધ કરાયા છે. આ મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંતા કોઈ વ્યક્તિને પણ દરિયાના પાણીમાં ન જવા સૂચના અપાઈ છે. બીચ પર તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે.

હવામાન વિભાગની આગાહી જોવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!