ભયજનક ‘બિપોરજોય’: ગુજરાતના 7 જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધારે ખતરો, બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ

ભયજનક ‘બિપોરજોય’: સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધતો જાય છે. જેમાં એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ છે. તથા 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ યલો એલર્ટ છે. ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો છે.

Biporjoy Cyclone Update: બિપોરજોર વાવાઝોડું નજીક આવતા ગુજરાતના કેટલાક બંદરો પર 9 નંબરનું સિગ્નલ હટાવીને 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડાની અસરને પહોંચી વળવા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના 7 જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધારે ખતરો

કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તથા રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદમાં ઝાડની નીચે આશરો ન લેવા તંત્રનું સૂચન છે. વાવાઝોડાની દિશા ઉત્તર – ઉત્તર પૂર્વ તરફ છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 400 કિમી દૂર છે.

ભયજનક 'બિપોરજોય'
ભયજનક 'બિપોરજોય': ગુજરાતના 7 જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધારે ખતરો, બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ 2

બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ

બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ; બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે. તેમ તેની સીધી અસર દરિયાકાંઠે જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઉચા મોજા પણ ઉછળી રહ્યા છે. વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં જામનગર, મોરબી (નવલખી) અને દ્વારકા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યા છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો બીજી તરફ બંદર પર લંગારેલી તમામ બોટોને સલામત સ્થળે રાખવા, માછીમારોને દરિયો ન ખેડવા, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.

દરિયકાંઠાથી વધુ નજીક બિપોરજોય વાવાઝોડુ પહોચ્યુ

ગુજરાતના દરિયકાંઠાથી વધુ નજીક બિપોરજોય વાવાઝોડુ પહોચ્યુ છે. જેમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ આગળ વધ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. દરિયામાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાત્રે દરિયામાં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાહત અને બચાવની કામગીરી માટે ટીમો ખડેપગે


બિપોરજોય વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને NDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાહત અને બચાવની કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRFની ટીમ પણ ખડેપગે છે ત્યારે તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસર પહોંચી વળવા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે. સતત વહીવટી તંત્ર દ્વારા દરિયા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

હવામાન વિભાગની પ્રેસઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!