Cyclone in Gujarat 2023: અંબાલાલ વરસાદ આગાહિ, અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે અને વરસાદ, વાવાઝોડુ જેવી હવામાન ને લગતી તેમની આગાહિઓ મોટેભાગે સાચી પડતી હોય છે. રાજયમા છેલ્લા 1 મહિનાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલે વધુ 1 ચોંકાવનારી આગાહિ કરી છે. તેમના મત અનુસાર મે મહિનામા વાવાઝોડુ, ચક્રવાત આવી શકે છે. ચાલો જાણીએ અંબાલાલે વરસાદ અને વાવાઝોડા અંગે શુ આગાહિ કરી છે ?
ગરમીને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આ વર્ષે પહેલીવાર મે મહિનો મે મહિના જેવો નહિ લાગે. પહેલીવાર મે મહિનામાં ઓછી ગરમી અનુભવાશે. Cyclone in Gujarat 2023 ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં સતત આવી રહેલા પલટાને કારણે આ વર્ષે મે મહિનામાં ઓછી ગરમી લાગશે. પરંતુ હાલ હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલ હવામાન આગાહિ
- મે મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે.
- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
- દરિયા કિનારાના વિસ્તારમાં આવશે વરસાદ
માર્ચ મહિનામાં જ્યાં ખરેખર ઉનાળો હોવો જોઇએ તેને બદલે હાલ ઘણા જિલ્લાઓમા ચોમાસા જેવો માહોલ જામ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. Cyclone in Gujarat 2023 તો એપ્રિલ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં મે મહિનામાં પણ વાતાવરણમાં મોટો પલટો થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
જુઓ ક્યાં વિસ્તારમાં આગાહી છે
બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવવાની શક્યતાઓ છે. તો 25 મે થી 10 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત આવવાની સંભાવના રહેલી છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ છે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધવાની શકયતાઓ છે.

આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતનાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર છે. રાજ્યમાં આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ તેજ રહેવાની આગાહી છે. આ સાથે વરસાદ સાથે રાજ્યમાં 39થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. Cyclone in Gujarat 2023 આ તરફ હવામાનની આગાહી પ્રમાણે તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત્ છે. જોકે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
કેવુ રહેશે ચોમાસુ ?
અંબાલાલ પટેલે અખાત્રીજના પવન પરથી ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન કર્યુ છે. જ્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે હોળીની જાર પરથી વરસાદનો વરતારો કાઢતા કહ્યુ હતુ કે, ચોમાસું એકંદરે સારું રહેશે. વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતાઓ દેખાઇ રહિ છે. Cyclone in Gujarat 2023 સાથે અખાત્રીજના દિવસે પણ પવન જોવાતા ચોમાસું સમધારણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહેલી છે.
ચક્રવાત ક્યારે આવવાની શકયતા છે ?
25 મે થી 10 જૂન