વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી; ઓખા બંદર પર અતિ ભયંકર 10 નંબરનું સિગ્નલ લગાવાયું

વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી; વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એવી પૂરી શક્યતાને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા બંદર પર 10 નંબરનું અતિ ભયંકર સિગ્નલ લગાવામાં આવ્યું. 10 નંબરનું સ્ટ્રોમ વોરનીંગ સિગ્નલ સૂચવે છે કે પવનની ઝડપ 120-220 કી.મી.ની છે અને વાવાઝોડું અતિ ભયંકર પરિસ્થિતમાં છે.

વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી
વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી; ઓખા બંદર પર અતિ ભયંકર 10 નંબરનું સિગ્નલ લગાવાયું 2

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું વધુ પ્રચંડ બની રહ્યું છે. આ વાવાઝોડાનો ઝુકાવ ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે. બિપોરજોયને લઈને અત્યારનું મોટું અપડેટ સામે આવ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય માંડવી આસપાસ લેન્ડફોલ કરશે. સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 150 કિમીની આસપાસ રહી શકે છે.

  • દિલ્હીઃ બિપોરજોય વાવાઝોડાને લઈને PM મોદીએ બપોરે 1 વાગ્યે બોલાવી મહત્વની બેઠક

આ વાવાઝોડાને હળવાથી ન લેતાઃ અંબાલાલ

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડા અંગે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. માંડવીની આસપાસ વાવાઝોડાના લેન્ડફોલ થવાની શક્યતા છે. વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

‘ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે’

અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!