બ્રેકિંગ: ક્રિકેટર ઋષભ પંતની ગાડીનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. અને ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. પંતને રિકવરી માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે.

ક્રિકેટર ઋષભ પંતની કારને હરિદ્વાર જિલ્લાના મંગલૌર અને નરસન વચ્ચે અકસ્માત નડ્યો હતો. રૂડકી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને મેક્સ હોસ્પિટલ દેહરાદૂન ખસેડવામાં આવ્યો છે. અકસ્માત મંગલૌર પીએસ વિસ્તારના NH-58 પર થયો હતો: એસપી દેહત સ્વપન કિશોર

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને ઈજાગ્રસ્ત ક્રિકેટર ઋષભ પંતની સારવાર માટે તમામ સંભવિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને જો જરૂર હોય તો એર એમ્બ્યુલન્સ પ્રદાન કરવા સૂચના આપી હતી: CMO

બ્રેકિંગ: ક્રિકેટર ઋષભ પંતની ગાડીનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયો
બ્રેકિંગ: ક્રિકેટર ઋષભ પંતની ગાડીનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયો 3

પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે.

ફોટોઝમાં જુઓ અકસ્માત કેટલો ભયંકર હતો

Car Accidents
બ્રેકિંગ: ક્રિકેટર ઋષભ પંતની ગાડીનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયો 4

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!