google news

Ahmedabad Rojgar Bharti Mela: અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023, 10 પાસ 12 પાસ લાયકાત

Ahmedabad Rojgar Bharti Mela 2023: અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023, રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / રાણીપ આઈટીઆઈ રાણીપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023નું આયોજન થયેલ છે. આ ભરતી મેળામાં 20થી વધુ કંપનીઓ દ્વારા 1000થી વધુ જગ્યાઓ માટે job ઓફર થશે.

Ahmedabad Rojgar Bharti Mela 2023
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023

Ahmedabad Rojgar Bharti Mela 2023

પોસ્ટનું નામAhmedabad Rojgar Bharti Mela 2023
જગ્યાઓ1000+
સંસ્થાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર
સ્થળઅમદાવાદ
ભરતી મેળા તારીખ10-03-2023
વેબ સાઈટanubandham.gujarat.gov.in

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023

અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 10-03-2023ના રોજ સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું છે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. આ રોજગાર ભરતી મેળો 2023માં અમદાવાદ જીલ્લાની નામાંકિત કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરીની ઓફર કરશે.

ગુજરાત રોજગાર ભરતી મેળો 2023માં ફીટર, વેલ્ડર, સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેકનીશીયન, ટેલીકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન. એન્જિનિયર વગેરે પોસ્ટ માટે મેન્યુફેક્ચરીંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ફાર્મા સેક્ટર માટે job ઓફર કરશે.

10 પાસ 12 પાસ લાયકાત માટે ભરતી મેળો


10 પાસ 12 પાસ લાયકાત: ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં બીઈ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અમદાવાદ રોજગાર ભરતી મેળા 2023માં ભાગ લઇ શકશે. તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. રોજગાર ભરતી મેળા અમદાવાદ 2023માં 20 કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો સ્થળ અને સમય


અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023નું આયોજન આઈટીઆઈ રાણીપ, આઈઓસી પેટ્રોલ પંપની સામે, ન્યુ રાણીપ ચેનપુર રોડ, ચેનપુર, અમદાવાદ ખાતે તારીખ 10-03-2023ને સમય 10:30 કલાકે કરવામાં આવ્યું છે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
  1. Ahmedabad Rojgar Bharti Mela 2023 કઈ તારીખે છે?

    તારીખ 10-03-2023ને સમય 10:30 કલાકે

  2. રોજગાર ભરતી મેળાની માહિતી માટે વેબસાઈટ કઈ છે?

    anubandham.gujarat.gov.in

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

4 thoughts on “Ahmedabad Rojgar Bharti Mela: અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023, 10 પાસ 12 પાસ લાયકાત”

    • I am Vikrant from Kadi maheshana
      મારા પપ્પા ની હમડા જ મોત થયું ગઈ છે હાલ મારે જોબ ની ખાસ જરૂર છે મે b.com and m.com with tally કરેલ છે કોઈ જોબ હોય તો કહેવા વિનંતી છે 9054313343

      Reply

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો