Ambalal Patel Forecast: ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રના છેડે ચોમાસું ગૂંચવાઈ ગયું છે. ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જે મુજબ આવતીકાલથી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

Ambalal Patel Forecast હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આવતીકાલથી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે.
હવે ચોમાસું શરૂ થઇ ગયું સમજો
- ખેડા, આણંદ, છોટા ઉદેપુર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ
- ખેડા- નડિયાદ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
ગુજરાતમાં થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
હવામાન વિભાગે (Meteorological department ) ગુજરાતમાં પાંચ દિવસ વરસાદને (Rain) લઇને આગાહી કરી છે. જે અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના ડાકોરમાં તો વહેલી સવારે મંગળા આરતી કરવા આવેલા ભક્તો વરસાદમાં ફસાયા હતા.
ભારેથી અતિભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે (Ambalal Patel Forecast) જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે.
ગુજરાતમાં ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રીઃ Ambalal Patel Forecast
તેમણે જણાવ્યું છે કે, આ વખતે ગુજરાતમાં ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી જોરદાર હશે. આ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ રહેશે.
આગામી 5 દિવસ વરસાદની આગાહી
અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. Ambalal Patel Forecast હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ મહેસાણા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |