GSEBએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામોને લઈને રદીયો જાહેર કર્યો છે. કહ્યું સોશિયલ મીડિયા પર ફરી રહેલ અખબારી યાદી બનાવટી છે. તારીખ અંગે ઓફિશિયલ વેબસાઈટ પર જ કરવામાં આવશે જાહેરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર GSEBએ એક યાદી જાહેર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે 27 મે 2023નાં રોજ ધોરણ 12 ( આર્ટસ-કોમર્સ)નું પરિણામ જાહેર થવાની સોશિયલ મીડિયા પર ફરી રહેલી અખબારી યાદી ખોટી છે. GSEBએ જણાવ્યું કે બોર્ડ તરફથી સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવટી છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે બોર્ડ દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવશે.
ખોટી અખબાર યાદી ફરતી થઈ
સંસ્થા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષા | ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર |
પરીક્ષા તારીખ | 28મી માર્ચ 2023 – 12મી એપ્રિલ 2023 |
પરીક્ષા સ્ટીમ્સ | General (Arts / Commerce) |
પરીક્ષા મોડ | ઑફલાઇન |
સત્તાવાર વેબસાઇટ | www.gseb.org |
ઘોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ 27 મેના રોજ આવશે
શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આવી અખબારી યાદી જાહેર કરવામાં આવેલ નથી. આમ બોર્ડ દ્વારા સૂચિત કરવામાં આવે છે કે આ અખબારી યાદી બનાવટી છે અને ધોરણ – ૧૨(સામાન્ય પ્રવાહ)નું પરીણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે કયારે જાહેર થશે તેની અખબારયાદી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

અખબારી યાદી રદીયો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |