Gujarat Police Recruitment 2023: ગુજરાતના હજારો લાખો યુવાનો જે પોલીસ ભરતીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા આખરે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ગૃહ વિભાગ દ્વારા આગામી બે દિવસમાં LRD, જેલ સિપાહી, કોન્સટેબલ સહિત IBમાં વિશાળ ભરતીની (police bharti 2023) જાહેરાત કરવામાં આવશે.
ડિપાર્ટમેન્ટનું નામ | પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ |
પોસ્ટનું નામ | LRD/જેલ સિપાહી /કોન્સ્ટેબલ તથા આઇબી |
કુલ જગ્યાઓ | 12000+ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
વેબસાઈટ | police.gujarat.gov.in |
Gujarat Police Recruitment 2023
ગુજરાતના હજારો લાખો યુવાનો જે પોલીસ ભરતીની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા આખરે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ગૃહ વિભાગ દ્વારા આગામી બે દિવસમાં LRD, જેલ સિપાહી, કોન્સટેબલ સહિત IBમાં વિશાળ ભરતીની (LRD police bharti 2023) જાહેરાત કરવામાં આવશે. કહેવામા આવી રહ્યું છે કે રાજ્યના ઇતિહાસની આ સૌથી મોટી ભરતીની જાહેરાત હશે. નોટિફિકેશન બાદ પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ પરિક્ષાની તારીખો જાહેર કરશે.

ક્યારે આવશે ભરતી? ગુજરાત પોલીસ ભરતી
આપને જણાવી દઈએ કે ભરતી બોર્ડને, આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તમામ પરીક્ષાઓ મોડમાં લેવાશે. અંદાજે 12 હજારથી પણ વધુ જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે.
Gujarat Police Bharti 2023
ગુજરાતમાં પોલીસ (Gujarat Police Bharti 2023) ની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની ભરતી જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને પોલીસ ભરતી બોર્ડની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને ભરતી બોર્ડની જવાબદારી સોંપાઇ છે. એડિશનલ ડીજીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે DIG પરીક્ષિતા રાઠોડ પણ ભરતી વિભાગના DIG તરીકે સેવા આપશે. હાલ પરીક્ષિતા રાઠોડ સીઆઇડી ક્રાઇમના DIG છે.
ગુજરાત પોલીસ ભારતીને લઈને મોટા સમાચાર
પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.
ઓફિસિયલ વેબસાઈટ | www.police.gujarat.gov.in |
હોમ પેજ | અહીં ક્લિક કરો |