હવામાન વિભાગની આગાહી: 24 કલાક બાદ વધી શકે છે ઠંડી, 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે

હવામાન વિભાગની આગાહી: પવનની દિશા બદલાતા રાજ્યમાં 24 કલાક બાદ વધી શકે છે ઠંડી, 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે, રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં 9.7, તો અમદાવાદમાં 11.7 અને નલિયા પણ 11.6 ડિગ્રી તાપમાન નોધાયું.

Gujarat Weather Forecast Update: રાજ્યમાં રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધી શકે છે. ગુજરાતમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. હાલમાં રાત્રીનું તાપમાન નોર્મલ છે, અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે.

24 કલાક બાદ વધી શકે છે ઠંડી

રાજ્યમાં સોથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં 9.7 નોધાયું છે, જ્યારે અમદાવાદમાં 11.7 અને નલિયા પણ 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે. પવનની દિશા બદલાવવાના કારણે ઠંડી વધી શકે છે. હાલમાં રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂકાંઇ રહ્યો છે.

weather 24 hour temperature in gujarat
હવામાન વિભાગની આગાહી: 24 કલાક બાદ વધી શકે છે ઠંડી, 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે 2

હવામાન વિભાગની આગાહી

Meteorological department forecast: હવામાન વિભાગના અનુસાર આજે ઠંડીથી રાહત રહેશે પણ આવતીકાલથી ફરી ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. આગામી 24 કલાક તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પણ કાલથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ગત રાત્રિએ 7.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતું.

નલિયા ઉપરાંત અમરેલી, ગાંધીનગર, ડીસા, ભૂજ, રાજકોટમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગના મતે અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે, તીવ્ર ઠંડીનો અનુભવ


2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!