IAF Plane Crash: આજે સવારે (શનિવારે) સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ એકબીજા સાથે ટકરાઈને ક્રેશ થતાં દુર્ઘટના સર્જાઈ છે, મધ્યપ્રદેશના મોરેનામાં સુખોઈ-30 અને મિરાજ 2000 દુર્ઘટનાગ્રસ્ત, પ્રાથમિક વિગતો મુજબ મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 એમ બે એરક્રાફ્ટ ક્રેશ થયા હતા. સુખોઈ-30 અને મિરાજ-2000 એરક્રાફ્ટે મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી જ્યાં એક કવાયત ચાલી રહી હતી.

સુખોઈ-30 અને મિરાજ 2000 દુર્ઘટનાગ્રસ્ત
મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થયા હતા, એક પ્લેન મધ્યપ્રદેશના મુરૈનાના પહાડગઢમાં અને બીજું રાજસ્થાનના ભરતપુરમાં તુટી પડ્યું હોવાની વાત જણાઈ રહી છે.
Sukhoi, Mirage Fighter: સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થતાં દુર્ઘટના સર્જાઈ છે. ડિફેન્સનાં સૂત્રોના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના મુરેનામાં ફાઈટર પ્લેન ક્રેશ થયાં હતાં. એરફોર્સનું સુખોઈ-30 MKI અને એક મિરાજ-2000 ક્રેશ થયું છે. બંને એરક્રાફ્ટે ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
આકાશમાં સળગી રહ્યું હતું
આકાશમાં સળગી રહ્યું હતું: ગ્રામજનોના જણાવ્યા મુજબ, આકાશમાં જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતાંમાં જ સળગતું ફાઈટર જેટ નીચે પડ્યું હતું. ઘટનાસ્થળ નજીક રેલવે સ્ટેશન પણ છે.

શિવરાજ સિંહ ચૌહાણે હિન્દીમાં ટ્વિટ કર્યું
“મોરેનામાં કોલારસ નજીક વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 એરક્રાફ્ટના ક્રેશના સમાચાર ખૂબ જ દુઃખદ છે. મેં સ્થાનિક વહીવટીતંત્રને ઝડપી બચાવ અને રાહત કાર્યમાં વાયુસેનાને સહકાર આપવા સૂચના આપી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનોના પાયલોટ સુરક્ષિત રહે,” શિવરાજ સિંહ ચૌહાણે હિન્દીમાં ટ્વિટ કર્યું.

રાજસ્થાનમાં એક હેલિકોપ્ટર ક્રેશ
રાજસ્થાનના ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ અકસ્માતનો શિકાર બન્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન યુપીના આગ્રાથી ટેકઓફ થયું હતું અને આ અકસ્માત ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં થયો હતો.
રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. જિલ્લા કલેક્ટર આલોક રંજને શરૂઆતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું પરંતુ સંરક્ષણ સૂત્રોએ પાછળથી પુષ્ટિ કરી હતી કે IAF જેટ નજીકમાં ક્રેશ થયું હતું.