IB ઓફિસર બનવાની તક: કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં 797 જેટલા જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર્સ (JIO), ગ્રેડ-2 (ટેકનિકલ) ની જગ્યાઓ માટે ભરતી આવી છે. આ ભરતી નોટિફિકેશન અનુસાર જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી માટે અરજી પ્રક્રિયા 3 જૂન 2023થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂન સુધી ચાલુ રહેશે. ટિયર-1, ટિયર-2 અને ટિયર-3 પરીક્ષા બાદ જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરના પદ પર ભરતી થનાર છે.
IB ઓફિસર બનવાની તક
IBમાં JIO Recruitment 2023 ઓફિસરની પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો સતાવાર વેબસાઇટ mha.gov.in પર જઇને ફોર્મ ભરીને ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની ડીટેઇલ ભરતી નોટિફિકેશન જાહેર થયા બાદ લાયકાત માપદંડ, અનામત, પરીક્ષાના અભ્યાસક્રમ વગેરેની માહિતી ઉપલબ્ધ થશે.
ઇન્ટેલીજન્સ બ્યુરોમાં 797 જગ્યા પર ભરતી
ઇન્ટેલિજન્સ બ્યુરો 797 ખાલી જગ્યાઓ પર IB JIO ભરતી 2023 માટે ઑનલાઇન અરજી મંગાવવામા આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરાવાનુ 03 જૂન 2023ના રોજથી શરૂ થનાર છે અને છેલ્લી તારીખ 23 જૂન 2023 સુધી ચાલશે. ઈન્ટેલિજન્સ બ્યુરોની ખાલી જગ્યા 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ આ પોસ્ટમા આપેલી તમામ જરૂરી વિગતો ડીટેઇલમા વાંચીને ઓનલાઇન અરજી કરવી.
ભરતી સંસ્થા | ઇન્ટેલીજન્સ બ્યુરો |
કાર્યક્ષેત્ર | ઓલ ઇન્ડીયા |
જગ્યાનુ નામ | JIO Recruitment 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 797 |
ફોર્મ ભરવાની તારીખ | 3-6-2023 થી 23-6-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | www.mha.gov.in |
જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ખાલી જગ્યાઓ
- બિનઅનામત- 325
- EWS -79
- ઓબીસી -215
- SC – 119
- ST -59
જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલ છે. ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ફિઝિક્સ અથવા મેથેમેટિક્સ અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રીમાં B.Sc કરેલું હોવું જોઇએ.

વયમર્યાદા
ઇન્ટેલિજન્સ બ્યુરો ની આ ભરતી માટે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરના પદ માટે વયમર્યાદા 18 થી 27 વર્ષ છે. ઉંમરની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે 23 જૂન 2023 સુધીમાં કરવામાં આવશે.
JIO Recruitment 2023 Notification | અહીં ક્લિક કરો |
ઇન્ટેલીજન્સ બ્યુરો ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
-
ઇન્ટેલીજન્સ બ્યુરો મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
797 જગ્યાઓ
-
ઇન્ટેલીજન્સ બ્યુરો મા ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે ?
3-6-2023 થી 23-6-2023