હવામાન વિભાગે વરસાદની આગાહી: ગુજરાતમાં સરેરાશ મોસમથી 30 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે અને ઓક્ટોબર માસના મોસમી પવનો વહેવાનો સમય છે ત્યારે ગુજરાત હવામાન વિભાગે 5 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી છે.
ક્યાંના લોકોને રેઈનકોટ લઈને બહાર નિકળવું પડશે?
- 6 ઓક્ટોબર
- વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે.
- 7 ઓક્ટોબર
- દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે.
- 8 ઓક્ટોબર
- ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે.
- 9 ઓક્ટોબર
- ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં આંશિક વરસાદ પડવાની સંભાવના છે.
