Mohansinh Rathava | મોહનસિંહ રાઠવાનું રાજીનામું: છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ચૂંટણી પહેલા કોંગેસને મોટો ઝટકો:, કોંગ્રેસના સિનિયર નેતાએ આપ્યું રાજીનામું, 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાશે

અગાઉ પણ મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરને પત્ર લખીને જાણ કરી છે. પત્રમાં તેમણે લખ્યું હતું કે તેઓ છોટાઉદેપુર 137 બેઠક પરથી રાજીનામું આપે છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસના સદસ્ય સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છે. મોહનસિંહ રાઠવા તેમના પુત્ર માટે ટિકિટ માગી રહ્યા હતા. તેમનું જણાવવું હતું કે યુવાનોને ટિકિટ મળે તો સારું.
મોહનસિંહ રાઠવાનું રાજીનામું
Mohansinh Rathwa resigned before the Gujarat assembly elections: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો માહોલ હવે જામી રહ્યો છે. અત્યારસુધી તો ઉમેદવારો માટે જ જ્ઞાતિના સમીકરણો લાગતા હતા, પરંતુ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે તો પોતાના સમાજ માટે મુખ્યમંત્રીપદની જ ઈચ્છા જાહેર કરી છે. તો બીજીતરફ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે મોરબી હોનારત અંગે અમદાવાદમાં કહ્યું હતું કે આ દુર્ઘટના અંગે સરકારે માફી માગી નથી, હું આશા રાખું છું કે હાઈકોર્ટ મુદ્દા ઉઠાવે. તો જૂનાગઢ ખાતે પ્રચારમાં કેજરીવાલ બોલ્યા, મફત આપવાનો જાદુ માત્ર મારી પાસે છે. જ્યારે કેજરીવાલે અગાઉ ચલણી નોટો પર લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો મુકવાની વાત કરી હતી. તેમના આ નિવેદન પર પૂર્વ IPS ડી.જી. વણઝારાએ કહ્યું કે ચલણી નોટો પર લક્ષ્મીજી કે ગણેશજીનો ફોટો મુકવો એ માત્ર રાજકીય ડિમાન્ડ છે.
કોણ છે? મોહનસિંહ રાઠવા
મોહનસિંહ રાઠવા (જન્મ 4 એપ્રિલ, 1944) એક ભારતીય રાજકારણી છે, જે હાલમાં છોટા ઉદેપુર મતવિસ્તારમાંથી ગુજરાતની વિધાનસભાના સભ્ય છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2017માં ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. આજકાલ, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે. ઉપરાંત, તેઓ અનુક્રમે વર્ષ 2007 અને 2012માં જેતપુર (ST) અને છોટા ઉદેપુર મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.