PM મોદી અંબાજી મંદિરમાં પૂજા કરી, વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે

દર વર્ષે એક કરોડથી વધુ શ્રધ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે આવે છે અને છેલ્લા પાંચ વર્ષમાં શ્રધ્ધાળુઓની સંખ્યામાં 13 ટકાનો વધારો થયો છે. જેને ધ્યાને લઇ, રાજ્ય સરકારે અંબાજી યાત્રાધામને PRASAD યોજનામાં આવરી લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી.

PM મોદી અંબાજી મંદિરમાં પૂજા કરી
PM મોદી અંબાજી મંદિરમાં પૂજા કરી, વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે 2

PM મોદી અંબાજી મંદિરમાં પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે એટલે કે આવતી કાલે અંબાજી મંદિરમાં પૂજા કરશે તેમજ ગબ્બર ખાતે પણ મહાઆરતીમાં ભાગ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન અંબાજીમાં પ્રસાદ યોજના અંતર્ગત શ્રદ્ધાળુઓની સુવિધા માટે 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં પ્રવાસ યોજાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાનનો ખાસ પ્રવાસ બનાસકાંઠામાં યોજવામાં આવી રહ્યો છે. તેઓ 30 સપ્ટેમ્બરે અંબાજી મંદિરમાં દર્શન માટે આવશે. દર વર્ષે એક કરોડથી વધુ શ્રધ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે આવે છે અને છેલ્લા પાંચ વર્ષમાં શ્રધ્ધાળુઓની સંખ્યામાં 13 ટકાનો વધારો થયો છે. જેને ધ્યાને લઇ, રાજ્ય સરકારે અંબાજી યાત્રાધામને PRASAD યોજનામાં આવરી લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી.

જેનો કેન્દ્રએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો અને શ્રધ્ધાળુઓ માટે વિવિધ સગવડો ઉભી કરવા માટે રૂપિયા 50 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. આ નાણાકીય ફાળવણીમાંથી અંબાજી મંદિર ખાતે બિલ્ડીંગ, CCTV કેમેરા, સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિગ પોઇન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એપ્રોચ રોડ, પાથ વે, પાર્કિગ, રેમ્પ, લેન્ડ સ્કેપિંગ જેવા કામો હાથ કરવામાં આવશે. આ ઉપરાંત ગબ્બર ખાતે પણ સ્ટોન પાથ-વે, શુધ્ધ પીવાના પાણીની સુવિધા, CCTV કેમેરા અને પોલીસ બૂથ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. આ તમામ સુવિધાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ભૂમિપૂજન કરશે.

વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે

અંબાજીમાં વિવિઘ વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે. જેમાં બિલ્ડીંગ-CCTV કેમેરા -સોલાર પેનલ -વ્હીકલ ચાર્જિગ પોઇન્ટ -વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ -એપ્રોચ રોડ -પાથ વે -પાર્કિગ -લેન્ડ સ્કેપિંગ વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ જ્યારે વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે આ મંદિરમાં પૂજા માટે તેમજ ગર્શન માટે આવતા હતા. ત્યારે ફરી એકવાર વડાપ્રધાન 30 તારીખના રોજ આ મંદિરમાં દર્શન માટે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતી કાલથી બે દિવસનો ગુજરાત પ્રવાસ યોજાઈ રહ્યો છે.

અંબાજી શહેર અને મંદિર પરિસરમાં લાઇટીંગથી ચાર ચાંદ લાગ્યા છે. અંબાજી પ્રવેશદ્વાર, રસ્તાઓ તથા સર્કલને પણ વિવિધ રોશનીથી ભવ્ય સજાવટ કરવામાં આવી છે. વડાપ્રધાન તેમની આ મુલાકાતમાં જે લોકાર્પણો અને ખાતમુહૂર્તો કરવાના છે તેનાથી સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં આર્થિક ઉજાસનો પ્રકાશ રેલાશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!