તલાટી જૂના પેપર 2010 થી 2017 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટી જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 PDF ડાઉનલોડ કરો, ગુજરાત સરકાર વર્ગ–3 તલાટીની પરીક્ષાઓ માટે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને માટે સૂચનાઓ પ્રકાશિત કરે છે. તલાટીની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવે છે . દરેક સૂચનામાં, તેઓ સ્પષ્ટ અભ્યાસક્રમ અને તલાટીની પરીક્ષા પેટર્નનો ઉલ્લેખ કરે છે. અહીં તમને તલાટી પરીક્ષાનું જૂના પ્રશ્નપત્ર 2010 થી 2017 PDF મફત ડાઉનલોડ કરવા માટે મળશે.
Talati Cum Mantri Old Previous Year Question Paper PDF
મહેસૂલ ખાતાનો વહીવટી અધિકારી તથા ગ્રામ પંચાયતનો મંત્રી. પંચાયતી ધારાની કલમ 10૨ અનુસાર દરેક ગ્રામપંચાયતને તલાટી હોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામની વસ્તી ખાતેદારોની સંખ્યા અને કાર્યોના પ્રમાણને ધ્યાનમાં રાખીને તલાટીની જગ્યા ફાળવવામાં આવે છે. હાલના માળખા પ્રમાણે મહેસૂલ ખાતા માટે તે તલાટીની કામગીરી તથા ગ્રામપંચાયતના મંત્રી તરીકે કામ કરે છે. તેથી તેને તલાટી અને મંત્રી તરીકે ઓળખવામાં આવે છે. જમીન હકપત્રક અને અન્ય બાબતોમાં તથા જમીનને મોંબદલો કરવાનો હોય ત્યારે તેણે મામલતદાર ઑફિસ સાથે કામ કરવાનું રહે છે, જ્યારે જમીન મહેસૂલ ઉઘરાવવા અંગે અને ગ્રામપંચાયતનાં બીજાં તમામ વહીવટી કાર્ય કરવા માટે તેણે તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે કામ કરવાનું હોય છે. ગામ નાનું હોય, જમીન ઓછી હોય તો બે કે ત્રણ ગામ વચ્ચે એક જ તલાટીની નિમણૂક કરવામાં આવે છે. જ્યાં મહેસૂલની કામગીરી વધુ હોય ત્યાં ગ્રામપંચાયત, સ્વભંડોળમાં ખર્ચ પાડીને કારકૂન કે સહાયક મંત્રી પણ રાખી શકે છે. તલાટીને સરપંચના હાથ નીચે મોટેભાગે કામગીરી બજાવવાની હોય છે. સરપંચને તે જરૂરી માહિતી પૂરી પાડે છે, પંચાયતમાં થયેલા ઠરાવો, કામગીરી નિયમો અને કાયદા અનુસાર થઈ છે કે કેમ, તેનો ખ્યાલ તે કરે છે. તલાટીએ પંચાયતનાં દફતર સાચવવાનાં હોય છે. દફતરમાં કોઈ ગેરકાયદેસર સુધારાવધારા ન થાય તથા હકપત્રકમાં સુધારાવધારા કે છેકછાક ન થાય તેની કાળજી તલાટીએ રાખવાની હોય છે.
Related
Table of Contents
admin
સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી
1 thought on “GPSSB Exam: તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો”