google news

આજના કેસર કેરીના ભાવ: જાણો કિલોના કેટલા પડ્યા ભાવ, હરાજીનો વિધિવત પ્રારંભ

આજના કેસર કેરીના ભાવ 2023: Aajna Kesar Kerina Bhav, ઉનઍળો આવે એટલે કેરીની શરૂઆત થઇ જાય છે. કેરી ફળોનો રાજા કહેવાય છે. કેરી સૌ કોઇને પસંદ હોય છે. કેરીની સીઝનની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે કમોસમી વરસાદ માવઠા ને લીધે કેરીના ભાવ શરૂઆતથી જ ખૂબ ઊંચા રહ્યા છે. ત્યારે આવક વધવાથી હવે કેસર કેરી અને હાફૂસ કેરીના ભાવ ઘટવા લાગ્યા છે. ચાલો જાણીએ હાલ કેરીના કેટલા ભાવ ચાલી રહ્યા છે ?

Today Mango Price


Today Mango Price 2023: હાલ કેરીના ભાવમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા જેટલા ભાવ ઘટ્યા છે. ઉનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા જેટલો છે. અગાઉ આ ભાવ પેટી દીઠ 1200 રૂપિયા હતો. જોકે, હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે. રત્નાગિરી કેરીની પેટીનો ભાવ 2200 થી 2600 રૂપિયા જેટલો છે. કેસર કેરીના ભાવ 2023 અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા ભાવ હતો.

કેસર કેરીના ભાવ બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં હાલ બજારમા મળી રહિ છે. આજના કેસર કેરીના ભાવ (Aajna Kesar Kerina Bhav), જ્યારે સુંદરી કેરીના 1 કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી જોવા મળી રહિ છે. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે.

Today Mango Price
આજના કેસર કેરીના ભાવ: જાણો કિલોના કેટલા પડ્યા ભાવ, હરાજીનો વિધિવત પ્રારંભ 2

આજના કેરીના ભાવ


આજના કેરીના ભાવ: ચાલુ વર્ષે 10900 હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ માવઠુ અને કરા પડવાને લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં થોડી નુકસાની ગઈ છે. આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં કેરીનુ ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કરેલ છે. કેસર કેરીના ભાવ 2023 હાલ કચ્છના ખેડૂતો પણ કેરીની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે,કમોસમી વરસાદ બાદ પણ જે ખેડૂત પાસે કેરીનો પાક હજુ બચ્યો છે તે ખેડૂતો ને આ વર્ષે કેરીના સારા ભાવ મળશે. કારણ કે જે લોકો પાસે કેરીનો માલ બચ્યો જ નથી તે આ વર્ષે કંઈ બજારમા નહીં વેંચી શકે અને જેની પાસે તે માલ છે તે આ વર્ષે કેરીના સારા ભાવ મેળવી શકશે. કચ્છની કેસર કેરી પણ સ્વાદમા મીઠી આવે છે. કેસર કેરીના ભાવ 2023 ત્યારે પૂરા વિશ્વમાં કચ્છની કેસર કેરીની માંગ વધારે રહે છે અને કચ્છી ખેડૂતો પોતાની આવક બમણી કરી રહ્યા છે.

કેરીની જાત અને ઉત્પાદન વિસ્તાર


કેરીની આમ તો ઘણી જાત આવે છે. પરંતુ તે પૈકી અમુક જાત ખૂબ જ ફેમસ છે. જે નીચે મુજબ છે.

  • હાફૂસ – આ હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર વિસ્તારમા વધુ પાકે છે.
  • કેસર – કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત છે. ઉપરાંત હવે કચ્છ અને પોરબંદરમા પણ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.
  • દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ વિસ્તારોમા પાકે છે.
  • હાલ બજારમા કેસર કેરી રૂ. 150 થી 250 સુધીના ભાવમા મળી રહિ છે. હાલ ખુબ જ સારી મીઠી કેસર કેરીની આવક ચાલુ થઇ ગઇ છે. અને કેરીના શોખીન લોકો કેરી ની મીઠાશ ની મોજ માણી રહ્યા છે.
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Kesar Keri નુ ઉત્પાદન ક્યા થાય છે ?

કેસર કેરીનુ ઉત્પાદન જુનાગઢ, તાલાલા, કચ્છ અને પોરબંદર મા થાય છે.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો