હર્ષદ રીબડિયા હજુ થોડા દિવસો પહેલા જ કહેતા હતા કે આ બધી અફવાઓ છે. ‘અહેમદ ભાઈ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા તે વખતે મને 35 કરોડ રૂપિયા ઑફર થયા હતા, પણ હું કોંગ્રેસનો સિપાહી છું.’ અચાનક જ નહીં પરંતુ એક લખાયેલી પટકથા મુજબ જ તેમણે રાજીનામું આપી દીધું છે અને હવે ક્યાં જવાનું છે એ પાસા ફેંકવાના બાકી રાખ્યા છે. બની શકે છે કે તેઓ ભાજપમાં જ જોડાય. દિવાળી પહેલા જ કમલમમાં ફટાકડા ફૂટવાની તૈયારીઓ થઈ રહી છે. પણ સૌથી પહેલા આ જોઈ લો કે રીબડિયા અત્યાર સુધીમાં ભાજપને શું કહેતા હતા?
રીબડિયાએ ભાજપને ભાંડવામાં કંઈ કસર નથી છોડી

ભાજપને કેમ જોઈએ છે હર્ષદ રીબડિયા?
- કારણ નંબર 1
- જૂનાગઢની 5 બેઠકો પૈકી ભાજપ 2017માં માત્ર કસમ ખાવા પૂરતી એક જ બેઠક પર જીત્યું હતું અને કોંગ્રેસે અન્ય 4 બેઠકો પોતાના નામે કરી હતી. જેથી ભાજપે પોતાના સોગઠાં બેસાડવા રિબડીયાની ચૂંટણીના સમય પહેલા વિકેટ પાડી છે.
- કારણ નંબર 2
- જૂનાગઢ જિલ્લાની આ બેઠક પર એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ ચૂંટણી લડતા અને જીતતા હતા. કેશુ બાપાએ 2012માં GPPમાંથી ચૂંટણી લડી અને જીત્યા. જો કે ત્યાર બાદ 2017માં વીસાવદર બેઠક પાટીદાર આંદોલનના સહારે સીધી કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.
- કારણ નંબર 3
- અંદાજે સવા લાખ જેટલા પાટીદાર મતદારો અહીંયા નિર્ણાયક છે અને આ વખતે આંદોલનો નથી કે પાટીદારોના મતોનું સીધું ધ્રુવીકરણ થાય. એવામાં પાટીદારો પણ ભાજપની સાથે જ છે તેવી રીતે ભાજપ જોઈ રહ્યું છે.
- કારણ નંબર 4
- જૂનાગઢ એક સમયે ખેડૂતોની પરસેવાની જણસ મગફળીના કૌભાંડનું કેન્દ્ર હતું અને આ કૌભાંડોની બૂમ કિસાન કોંગ્રેસની સાથે ખેડૂત નેતા અને ધારાસભ્ય હર્ષદ રીબડિયા પડાવી રહ્યા હતા અને એક કોંગ્રેસમાં રહેલો ખેડૂતોનો અવાજ હવે કાયમી ધોરણે ભાજપમાં ભળી જાય.
હવે કોના પર છે નજર

પણ ભાજપના આ ઓપરેશન પાછળનો મુખ્ય હેતુ શું છે?
ભાજપને 2017માં સૌરાષ્ટ્રમાં થયેલું નુકસાન ભરપાર કરવું છે અને સૌરાષ્ટ્રનો જનાધાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તરફેણમાં આવતો હોય તેવું ભાજપને સપનું આવી ચૂક્યું છે. એટલે જ અમરેલી અને જૂનાગઢમાં ઘૂસવા માટે વીસાવદરથી રસ્તો શોધી કાઢ્યો છે અને હવે નજર અન્ય ધારાસભ્યો પર પણ છે. રાજકીય સૂત્રોનું માનીએ તો દિવાળી સુધી કમલમમાં ભરતી મેળાની આતશબાજી થતી રહેવાની છે.