ભુપેન્દ્ર પટેલ વિષે: જીવનચરિત્ર, શિક્ષણ, ઉમર, જાતિ, ઇતિહાસ | Bhupendra Patel
ભુપેન્દ્ર પટેલ એ પટેલ સમાજ માથી આવતા એક નિર્વિવાદિત ધારા સભ્ય છે, જે ઘાટલોડીયા વિધાનસભા માથી ચૂંટાઈ આવ્યા છે. ભુપેન્દ્ર પટેલ ને આનંદીબેન પટેલ ના નજીકના નામવામાં આવે છે અને આનંદીબેન પટેલ ની વિધાનસભા સીટ માથી ધારાસભ્ય છે.
ભુપેન્દ્ર પટેલ વિશે પ્રાથમિક માહિતી
ભુપેન્દ્ર પટેલ ની ઉમર 61 વર્ષ ની છે. જેઓ આ પહેલા એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે નિમણૂક પામ્યા હતા. અભ્યાસ ની દૃષ્ટિએ જોઈએ તો તેઓ એ 12 પાસ સુધી નો અભ્યાસ કર્યો છે.
ભુપેન્દ્ર ભાઈ નું પૂરું નામ “Bhupendrabhai Rajnibhai Patel” છે. જેમની 2017 પ્રમાણે તેમની એસેટ Rs 51,958,735 અને Rs 6,955,707 ની liability છે.

ભુપેન્દ્ર પટેલ વિષે:
નામ | ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ |
જન્મ | 15, July, 1962 |
ઉંમર | 59 |
જન્મ સ્થળ | અમદાવાદ દરિયાપુરમાં ભૂપેન્દ્રભાઈનો જન્મ અને ઉછેર થયો છે. |
પિતાનું નામ | રજનીકાંત પટેલ |
પત્ની નું નામ | હેતલબેન પટેલ |
પત્ની નો વ્યવસાય | હાઉસ વાઈફ |
સંતાનો | દીકરો એન્જિનિયર છે દીકરી ડેન્ટિસ્ટ છે |
ધર્મ | હિંદુ |
જાતિ | પટેલ (કડવા પાટીદાર) |
શૈક્ષણિક લાયકાત | સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા |
વ્યવસાય | બિલ્ડર, રાજકારણી |
ઉંચાઇ (આશરે) | 5.6 |
વજન (આશરે) | 65 |
લગ્નની તારીખ | – |
મતવિસ્તારનું નામ | ઘાટલોડિયા |
ફેવરિટ પોલિટિશિયન | અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદી |
ફેવરિટ એક્ટિવિસ્ટ | મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ |
રાજકીય પાર્ટીનું નામ | ભારતીય જનતા પાર્ટી – ભાજપ |
કાયમી સરનામુ | 1, આર્યમાન રેસીડેન્સી, કલ્હાર રોડ, શીલજ, અમદાવાદ, ગુજરાત-380059 |
હાલનું સરનામું | 1, આર્યમાન રેસીડેન્સી, કલ્હાર રોડ, શીલજ, અમદાવાદ, ગુજરાત-380059 |
ઇમેઇલ | mlaghatlodiya@gujarat.gov.in |
Twitter – ટ્વીટર | https://twitter.com/bhupendrapbjp |
https://www.facebook.com/ibhupendrapatel | |
ગુજરાત ઓફિસ | – |
હોદ્દા | MLA-41,Ghatlodia Vidhansabha Ex.Chairman AUDA Ex.Chairman Stending committee AMC Ex.Corporator Thaltej ward Ex. Vice chairman,school board,amc Ex.president Memnagar nagarpalika(1999-2006) Ex.Chairman Stending commitee Memnagar nagarpalika |
ભુપેન્દ્ર પટેલે ભાજપમાં મહત્વની જવાબદારીઓ સંભાળી છે
- રાજકારણમાં સંપૂર્ણ પ્રવેશ પહેલાં તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન પણ હતા.
- આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પણ ભૂપેન્દ્ર પટેલને તેમની બેઠક પરથી ચૂંટણી લડવા ટેકો આપ્યો હતો.
- 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશીકાંત પટેલને હરાવ્યા હતા. આ અંગેનો રસપ્રદ કિસ્સો એ છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.
- આ પછી, તેમને આનંદીબેનના કહેવા પર જ ટિકિટ આપવામાં આવી અને ભુપેન્દ્ર પટેલે આ ચૂંટણી એક લાખ 17 હજારથી વધુ મતોથી જીતી.
- જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, 1999-2001 વચ્ચે ભુપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા.
- જ્યારે 2008-10ની વચ્ચે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન હતા. 2010 થી 2015 સુધી તેઓ અમદાવાદના થલતેજ વોર્ડના કાઉન્સિલર પણ હતા.
ભુપેન્દ્રભાઈ પટેલ ની સંપર્ક – Contact of Gujarat New CM Bhupendrabhai Patel
ભુપેન્દ્રભાઈ સામાન્ય રીતે સોશિયલ મીડિયા માં ખુબજ એક્ટિવ હોય છે અને એમાં પણ ખાસ કરીને ટ્વિટર પર આથી તેમનો ટ્વિટર પર સંપર્ક કરી શકાય છે. આ સિવાય તેમનું રહેઠાણ 1, આર્યમાન રેસિડેન્સી, કલહર રોડ, શીલજ, અમદાવાદ,- 380059 આવેલું છે. હાલ તેઓ ગુજરાત ના મુખ્યમંત્રી બન્યા હોવાથી CMO દ્વારા પણ તેમનો સંપર્ક થયી શકે છે.
ભુપેન્દ્ર પટેલ વિષે વારંવાર પુછાતા પ્રશ્નો
-
Bhupendra Patel Age (ભૂપેન્દ્ર પટેલની ઉંમર)
જેમ અમે તમને ઉપર કહ્યું છે કે ભુપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962 ના રોજ ગુજરામાં થયો હતો અને હાલમાં તેમની ઉંમર 59 વર્ષ છે.
-
Bhupendra Patel Wife Name (ભૂપેન્દ્ર પટેલ ના પત્ની)
તમને જણાવી દઈએ કે તેમની પત્ની નું નામ હેતલબેન ભૂપેન્દ્ર પટેલ છે. તે હાઉસ વાઈફ છે.
-
Bhupendra Patel Family (ભૂપેન્દ્ર પટેલની ફેમિલી)
તેમની પત્ની નું નામ Hetalben Bhupendra Patel છે. તે એક હાઉસ વાઈફ છે. દીકરી ડેન્ટિસ્ટ છે, દીકરો એન્જિનિયર છે. Bhupendra નાં પત્ની હેતલ બેન તેમનાં માં બાપ ના એકના એક દીકરી હોઇ તેમના પિતાના મૃત્તયુ પછી તેમનાં માતા હાલમાં તેમની સાથે જ રહે છે. 15 વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઇનાં સાસુ તેમને દીકરાની જેમ રાખે છે.
-
ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી – Political Timeline of Bhupendra Patel
2021: ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
2017: ભૂપેન્દ્ર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશિકાંત પટેલને 1,17,000 મતોના રેકોર્ડ માર્જિનથી હરાવીને ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
2015: તેમણે 2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન તરીકે કામ કર્યું. તેમણે AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી.
2010: તેઓ 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડમાંથી કાઉન્સિલર હતા.
2008: તેઓ 2008 થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હતા.
1995: મેમનગર નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટાયા અને 1999 અને 2004માં ફરીથી ચૂંટાયા. તેઓ 1999-20 દરમિયાન મેમનગર મ્યુનિસિપલ બોર્ડના પ્રમુખ પણ હતા. -
ભુપેન્દ્ર પટેલ શિક્ષણ Bhupendra Patel Education?
ભૂપેન્દ્ર પટેલએ એપ્રિલ 1982 માં ટેકનિકલ પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો હતો. અગાઉ તેણે અમદાવાદમાંથી 10 અને 12 પાસ કર્યા હતા.
-
Bhupendra Patel Caste? ભુપેન્દ્ર પટેલ જાતિ
પટેલ (કડવા પાટીદાર).
-
ભુપેન્દ્ર પટેલ ક્યાના ધારા સભ્ય છે?
ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડીયા સીટ થી ધારા સભ્ય છે અને તેઓ ને આનંદીબેન પટેલ ના જુથ ના માનવામાં આવે છે.
-
ભુપેન્દ્ર પટેલ ગુજરાત ની આવક શું છે?
2017 ની ચૂંટણી પ્રમાણે ભુપેન્દ્ર પટેલ ની સંપતિ Rs 51,958,735 એસેટ અને Rs 6,955,707 ની liability છે.
-
ભુપેન્દ્રભાઈ પટેલ પર કેટલા પોલીસ કેસ છે?
2017 ના ગુજરાત રાજ્ય ના ઇલેક્શન માં રજુ કરેલ સોગંધનામાં પ્રમાણે ભુપેન્દ્રભાઈ પટેલ પર એક પણ પ્રકાર નો પોલિસ કેસ નથી.
-
ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ પહેલા કઈ કઈ જવાબદારીઓ નિભાવેલી છે?
2017 માં વિધાનસભા જીત્યા એ પહેલા તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અને ઔડા ના ચેરમેન તરીકે ની જવાબદારીઓ નિભાવી છે.